બિગ બોસ 13 : સિદ્ધાર્થ શુક્લા બન્યો વિનર, આસિમ રિયાઝ રનર્સ અપ

બિગ બોસની 13મી સિઝનની પૂર્ણાહુતિ થઇ ગઇ છે અને તેમાં સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો જ્યારે આસિમ રિયાઝ રનર્સ અપ જાહેર થયો હતો. ટોપ થ્રીમાં છેલ્લે સિદ્ધાર્થ શુક્લા, આસીમ રિયાઝ અને શહનાઝ ગીલ બાકી રહ્યા હતા, અને સલમાન ખાને શહ નાઝ ગીલનું નામ લીધુ હતુ અને તેના કારણે શહનાઝ ગિલનુ ઇવિક્શન થયું હતું.

બિગ બોસની 13મી સિઝનની ફાઇનલમાં સૌથી પહેલા પારસ છાબરા રૂ. 10 લાખ લઇને સૌથી પહેલા બહાર આવી ગયો. બીગ બોસે તમામ કન્ટેસ્ટન્ટને ઓફર આપી હતી કે તેમાંથી જે પહેલા બઝર દબાવશે તેને 10 લાખ રૂપિયા મળશે, તેના માટે તમામને 30 સેકન્ડનો સમય અપાયો હતો અનેં પારસ છાબરાએ થોડી રાહ જોયા પછી બઝર દબાવી દીધું હતું. તેણે બહાર આવીને કહ્યું હતું કે આરતી સિંહ અને રશ્મી દેસાઇ બંનેમાંથી એક વિનર બનશે અને ખાસ તો તેણે આરતી સિંહને તેણે વિજેતા જણાવી હતી. જો કે તે પછી જે પહેલું ઇવિક્શન થયું તે આરતી સિંહનું થયું હતું, ઘરમાં તેને લેવા માટે તેની માતા આવી હતી. તે પછી ઘરમાં ટોપ ફોરમાંથી એક કન્ટેસ્ટન્ટને બાકાત કરવા માટે રોહિત શેટ્ટી આવ્યો હતો અને તેણે ખતરો કા ખીલાડી ટાઇપ એક ટાસ્ક કરાવ્યો હતો અને તે પછી રશ્મી દેસાઇનું ઇવિક્શન થયું હતું.

બિગ બોસની 13મી સિઝનના 20 અઠવાડિયા પુરા થયા અને તેની સાથે જ દેશના સૌથી મોટા રિયાલિટી શોની પૂર્ણાહુતિ થઇ. આ સીઝનમાં એક તરફ શરૂઆતમાં આસીમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લાની જોરદાર દોસ્તી જોવા મળી હતી, તો તે પછી તેમની વચ્ચે ઘેરી દૂશ્મની પણ થઇ હતી. રશ્મી દેસાઇના જીવનના કેટલાક અંગત પાના પણ તેમાં ખુલ્યા, જો કે તેમાંથી તે જે મજબૂતાઇથી બહાર આવી તે પણ કાબિલે તારીફ રહ્યું હતું. પારસ છાબરાની પણ જે આક્રમકતા શોમાં જોવા મળી તેણે કુશલ ટંડનની યાદ અપાવી હતી, આરતીએ પોતાની એક અલગ ઓળખ બનાવી. જ્યારે આ શોમાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગીલ વચ્ચે પ્રેમ અને નફરતની નવી જ કથા જોવા મળી. ફાઇનલમાં ટોપ કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, રશમી દેસાઇ, શહનાઝ ગીલ, પારસ છાબરા અને આરતી સિંહ બાકી રહ્યા હતા. શહનાઝ આ વખતે શોમાં સૌથી મોટી એન્ટરટેઇનર રહી છે.