આ પૂર્વ ક્રિકેટરની પત્ની જોવા મળશે ફિલ્મી પડદે, આવી રહી છે તેની ફિલ્મ મની બેન્ક ગેરંટી

ફિલ્મી જગત અને ક્રિકેટનો નાતો બહુ જૂનો રહ્યો છે. તાજેતરામાં સમાચાર આવ્યા છે કે પૂર્વ ક્રિકેટરની પત્ની હવે બિગ સ્ક્રીન પર પોતાનો જલવો પાથરવા આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે ક્રિકેટરની પત્નીએ ફિલ્મને લઈ પોતાના અનુભવ પણ શેર કર્યા છે.

સ્વીંગના બાદશાહ તરીકે ઓળખાયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અકરમની પત્ની શનાયરા ટૂંક સમયમાં ફિલ્મી પડદે જોવા મળશે. આ અંગેની જાહેરાત શનાયરા જાતે જ કરી છે. સમાચાર એજન્સી ‘ડોન’ ના રિપોર્ટ મુજબ શનાયરા અકરમે તેની આગામી ફિલ્મ ‘મની બેક ગેરેંટી’ નું લાંબુ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. શનાયરાએ તેનો શૂટિંગનો અનુભવ સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે.

શનાયરા અકરમે કહ્યું કે તમને શું લાગે છે કે આ બધુ થયા બાદ મને મની બેન્ક ગેરંટી મળવી જોઈએ? આ એક શાનદાર અનુભવ રહ્યો અને ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ શાનદાર હતી.

શનાયરાએ ટવિટ કર્યું કે નર્વસ શનાયરા, પોતાની પહેલી પાકિસ્તાની ફિલ્મ સાથે, મારા દસ દિવસના હીલના તનાપૂર્ણ સેટ, બાથરૂમમાં બંધ થવાનું, ટિટેનસના પીડાદાયક ઇન્જેક્શન, ઉંઘ વિનાની રાત, ખાવા માટે ચીપ્સ.

જોકે શનાયરાને ભાષાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. તેણે લખ્યું કે ભાષાકીય અવરોધનું એક નવું સ્તર રોમેન્ટિક ક્ષણમાંથી પસાર થયું, જે મેં જાતે જ અનુભવ્યું છે.

શનાયરા જે શોબિઝની દુનિયામાં કેટલાક ફેશન શોના રેમ્પ પર જોવા મળે છે, તે મુખ્યત્વે સોશિયલ મીડિયા દ્વારા સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર વસીમ અકરમ સાથેના ફોટો પોસ્ટ કરતી રહે છે. ઉપરાંત બાળકોના ફોટો પણ પોસ્ટ કરતા રહે છે.

હવે શનાયરાએ ફિલ્મ જગતમાં પોતાનો હાથ અજમાવવાનું નક્કી કર્યું છે. શનાયરાએ તેની આગામી ફિલ્મ ‘મની બેક ગેરેંટી’ ના શૂટિંગ બાદ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. શનાયરા વસીમ અકરમની બીજી પત્ની છે. 12 ઓગસ્ટ 2013 ના રોજ બંનેએ લાહોરમાં લગ્ન કર્યા. શનાયરા અકરમથી લગભગ 17 વર્ષ નાની છે. તે બંનેની એક પુત્રી આયલા અકરમ છે, જેનો જન્મ 27 ડિસેમ્બર 2014ના રોજ મેલબોર્નમાં થયો હતો.

વસીમ અકરમે 1995માં હુમા મુફ્તી સાથે લગ્ન કર્યા. તે બંનેને બે પુત્રો તાહમૂર (1996) અને અકબર (2000) છે. લગ્નના લગભગ 15 વર્ષ પછી  હુમાના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે 25 ઓક્ટોબર 2009ના રોજ ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં તેનું નિધન થયું હતું. વસીમ અકરમના બે પુત્રો તહમૂર અને અકબર ઘણીવાર વસીમ અકરમની તસવીરો પોસ્ટ કરે છે. આટલું જ નહીં શનાયરાએ આ બંનેની તસવીરો ઘણી વખત પોસ્ટ પણ કરી છે.