રામાયણ એક્સપ્રેસ: ભગવાન રામ સાથે જોડાયેલા તીર્થસ્થળોની યાત્રા કરવી છે તો આ ટ્રેનમાં કરો મુસાફરી

ટુંક સમયમાં જ એક નવી ટ્રેન લોંચ કરવામાં આવનાર છે. જેની થીમ રામાયણ પર આધારિત રહેનાર છે. ટ્રેનની અંદરની બનાવટ રામાયણ પર આધારિત રહેનાર છે. યાત્રાના ગાળા દરમિયાન ટ્રેનમાં ભજન કીર્તન થતા રહેશે. આ ટ્રેન ભગવાન રામ સાથે જોડાયેલા તીર્થસ્થળોની યાત્રા કરાવનાર છે. રામાયણ એક્સપ્રેસને 10મી માર્ચના દિવસ બાદ દોડાવવાની પ્રાથમિક તૈયારી કરવામાં આવી છે.

રામાયણ એક્સપ્રેસના સંબંધમાં વાત કરતા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ તૈયારી ટ્રેનને લઇને કરવામાં આવી છે. આઇઆરસીટી હેટળ કાર્યક્રમ અને પેકેજ પર વિચારણા ચાલી રહી છે. હોળી બાદ ટ્રેનને દોડતી કરનાર છે. શ્રી રામાયણ એક્સપ્રેસની સેવાને લઇને ઉત્સુકતા વધી છે. આ ટ્રેન રામાયણ સર્કિટના સ્થાનોમાં પહોંચશે. જેમાં નંદીગ્રામ, સીતામઢી, જનકપુરી, વારાણસી, પ્રયાગ, શ્રંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, પંપી, અયોધ્યા, રામેશ્વર સામેલ છે.

નવી રામાયણ એક્સપ્રેસના નવા કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જો કે આના કારણે શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતા વધી રહી છે. દેશમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે આ ટ્રેન ઉપયોગી ગણવામાં આવે છે. અયોધ્યામાં હાલમાં જ ભવ્ય રામમંદિરના નિર્માણનો માર્ગ પણ મોકળો થઇ ગયો છે. કારણ કે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં ચુકાદો આપી દીધો છે. ત્યારબાદ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામા ંઆવી ચુકી છે.