ગાઝિયાબાદમાં કુમાર વિશ્વાસના ઘર બહારથી તેમની અસયુવી કાર ચોરાઇ

પ્રસિદ્ધ હિન્દી કવિ ડો.કુમાર વિશ્વાસની એસયુવી કાર તેમના ઘર બહારથી ચોરાઇ ગઇ હતી, ગાઝિયાબાદના વસુંધરામાં રહેતા કુમાર વિશ્વાસની કાર તેમના ઘરની બહાર જ પાર્ક કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ગત રાત્રે કુમાર વિશ્વાસની કાર તેમના ઘરની બહાર જ હતી. શનિવારે સવારે તેઓ ઉઠ્યા તો કાર ગાયબ હતી.

પોલીસનું કહેવું છે કે કારને શોધવાના પ્રયાસો ચાલી જ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ કાર રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ચોરાઇ ગઇ હતી. મહત્વની વાત એ છે કે ગાઝિયાબાદ પોલીસે કુમાર વિશ્વાસની કાર ગાયબ હોવાથી કેસ દાખલ કરીને તેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. બાકી સામાન્ય માણસ જ્યારે વાહનચોરીની ફરિયાદ નોંધાવવા જાય છે તો તેને એ ફરિયાદ નોંધાવતા નવનેજા પાણી ઉતરી જાય છે.