અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે યાત્રા માટેનું રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ યાત્રાની શરૃઆત 23 જૂનથી થશે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા 42 દિવસ સુધી ચાલશે. ગત અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી.

આ દરમિયાન મહત્ત્વનો મુદ્દો એ છે કે જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો હટાવી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી આ પહેલી અમરનાથ યાત્રા છે. આ પહેલા કાશ્મીર મુદ્દે સમસ્યા વધતા કેટલાક સમય માટે યાત્રા પર અસર પડી હતી.

શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને જાગરૃકતા કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવશે. આગામી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરૃ કરવામાં આવશે. બોર્ડે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારવાનો નિર્ણય પણ લીધો છે. આ પાયલટ પ્રોજેક્ટની શરૃઆત 2019થી કરવામાં આવી હતી અને તેની સફળતાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે.