31મી માર્ચ પછી 17 કરોડ પાન કાર્ડ થઈ જશે કેન્સલ, આ કરશો તો પાનકાર્ડ વેલીડ થશે

ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે જો 31 માર્ચ સુધીમા પાનકાર્ડને આધાર સાથે લીંક નહીં કરાવો તો પાનકાર્ડ ઈન ઓપરેટીવ થઈ જશે. પાન-આધાર લીંક કરવાની તારીખ અનેક વખત વધારવામાં આવી ચૂકી છે અને વર્તમાનમાં તેની છેલ્લી તારીખ 31 માર્ચ-2020 છે. તા. 27 જાન્યુઆરી-2020 સુધીમાં 30.75 કરોડ પાનકાર્ડને આધાર સાથે લીંક કરી દેવામાં આવ્યા છે.

17.85 કરોડ પાનકાર્ડ હજુ પણ આધાર સાથે લીંક કરવાના બાકી છે. સબીડીટી તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈનું પાનકાર્ડ ઈન-ઓપરેટીવ થઈ જાય છે તો પાનકાર્ડ વગર જે મુશ્કેલી થાય તેવી થઈ શકે છે. 31 માર્ચ પછી પાનને આધાર સાથે લીંક કરવામાં આવશે તે દિવસથી જ ઓપરેટીવ માનવા માં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 018માં આધારને કાયદાકીય માન્યતા આપી, સાથે એવું પણ કહ્યું કે પાનકાર્ડ અલોટમેન્ટ માટે આધારકાર્ડ હોવું જરૃરી છે. આધારને યુઆઈડીએઆઈ જાહેર કરે છે. પાનકાર્ડમાં 10 ડિઝિટવાળો આલ્ફા-ન્યુમેરિક નંબર હોય છે જેને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જાહેર કરે છે.