આસામના ડિટેન્શન સેન્ટરોમાં રહેલા લોકો અંગે રિપોર્ટ આપવા સરકારને કોર્ટનો આદેશ

CAA અને  NRC અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટે નવો નિર્દેશ જારી કર્યો છે. આસામમાં NRC પ્રક્રિયા પછી બનાવવામાં આવેલા ડિટેન્શન સેન્ટરો અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્રને તેના પર સ્ટેટસ રિપોર્ટ જારી કરવા જણાવ્યું છે.

કોર્ટે સરકારને પૂછ્યું છે કે ડિટેન્શન સેન્ટરોમાં જ લોકોએ ત્રણ વર્ષ પૂરા કર્યા છે તેમને છોડી દેવામાં આવ્યા છે કે નહીં. હવે આ મામલે હોળીની રજાઓ બાદ સુનાવણી થશે.

આસામ NRC મામલે સુનાવણી કરતા શુક્રવારે કોર્ટે સરકારને ડિટેન્શન સેન્ટરોના લોકોની સંખ્યા, તેમની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે ત્રણ વર્ષ સુધી અટકાયત કેન્દ્રોમાં રહેતા લોકોને જો એક લાખથી વધુ જામીન રકમ આપવામાં આવે તો તેઓને જામીન મળી શકે છે. આ ઉપરાંત અટતાયતમાં રાખવામાં આવેલી વ્યક્તિને અઠવાડિયામાં એકવાર સ્થાનિક પોલીસ સમક્ષ હાજર થવું પડશે.