બજારમાં વેચાઈ રહ્યા છે ચાઈનીઝ ડુપ્લીકેટ ઈંડા? વડોદરામાં ડુપ્લીકેટ ઈંડાના વેપલાનો સનસનાટીપૂર્ણ વીડિયો જૂઓ

વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં ડુપ્લીકેટ ઈંડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ કરવામાં આવ્યો છે. વડોદરાના યુવાન નામે યોગેશ કહારે જણાવ્યું કે 9 ફેબ્રુઆરીના રોજ તેણે આ જ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી ઇંડા ખરીદ્યા હતા. ઘરે આમેલેટ બનાવવા માટે ઇંડા તોડતાં તેમાંથી પ્લાસ્ટિક જેવો પદાર્થ બહાર આવ્યો. જોકે, તેણે ઇંડાનો ઉપરનો ભાગ ગરમ તવા પર રાખ્યો હતો. પરંતુ પ્લાસ્ટિક હોવાને કારણે આ પદાર્થ તવા સાથે ચોંટી ગયો અને પ્લાસ્ટિક સળગતું હોય તેવી ગંધ આવવા લાગી.

જૂઓ વીડિયો..