ભાજપના આ નેતાએ સુરતમાં આપ્યું વિવાદિત નિવેદન, પ્રશાંત કિશોરને ગણાવ્યા”ભાડે કા ટટ્ટુ”

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને ભાજપે કારમી હારનો સામનો કરવાનો વારો પણ નેતાઓના વિવાદિત નિવેનદનો હજુ પણ  ચાલુ રહ્યા છે. ગુૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે નેતાઓના વિવાદિત નિવેદનોના કારણે દિલ્હીમાં ભાજપને નુકશાન થયું છે. ઼

દિલ્હી બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. બિહારની ચૂંટણી પહેલાં જ નીતિશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયુમા તગેડી મૂક્યા છે. ત્યારે સુરત આવેલા બિહારના ભાજપના નેતાએ પ્રશાંત કિશોર અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.

બિહારના વરિષ્ઠ નેતા અને ભાજપના સાંસદ રામકૃપાલ યાદવે સુરત ખાતે પ્રશાંત કિશોર માટે અપશબ્દ ઉચ્ચારી દીધા હતા. તેઓએ પ્રશાંત કિશોરને “ભાડે કા ટટુ” કહ્યું હતું. તેઓએ પ્રશાંત કિશોર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પ્રશાંત કિશોર છે કોણ ? કોઈ રાજનેતા છે ? તેને કોઈ અનુભવ છે? ભાડાનો ટટ્ટુ છે. કોઈ સિદ્ધાંત નથી. જ્યાં પૈસા મળશે ત્યાં જશે. આ લોકોથી કશું થશે નહીં.