સુરત આવેલા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર અને પુલવામા અંગે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ટેક્સટાઇલ સિટી સુરત આવી પહોંચેલા કોંગ્રેસના લોકસભાના વિપક્ષી નેતા અધિરંજન ચૌધરીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બાદમાં તેમણે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને સમર્થન આપતા સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે પુલવામાં ઘટનામાં રાજકારણ કોણે કર્યું છે તે બધા લોકો જાણે છે. કોંગ્રેસ ક્યારેય પણ શહીદોની શહાદત ઉપર રાજકારણ નથી કરતી. લોકો જાણે છે કે, લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દે ચૂંટણી લડવામાં આવી હતી. પુલવામાની ઘટનાનો રાજકીય લાભ લેવામાં આવે છે, જેથી આ મુદ્દો ઉઠશે.

પુલવામાના શહીદોને નમન કરી અધિરંજન ચૌધરીએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને સમર્થન આપતા સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે, પુલવામા ઘટનામાં સિયાસત કોણે કર્યું છે. તે બધા લોકો જાણે છે. કોગ્રેસ ક્યારે પણ શહીદના શહાદત ઉપર રાજકારણ કરતી નથી. લોકો જાણે છે કે, લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દે ચૂંટણી લડવામાં આવી હતી. પુલવામાંની ઘટનાનો રાજકારણ લાભ લેવામાં આવે છે. જેથી આ મુદ્દો ઉઠશે.

દેવેન્દ્રસિંહનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આવા લોકો આતંકવાદીઓને આશરો આપે છે. આ લોકો ટ્રોજન હોર્સ જેવા છે. 370 હટાવવા બાદ સરકાર મોટી મોટી વાતો કરે છે કે, ત્રાસવાદ નાબૂદ થઈ રહ્યો છે. શાંતિ અને અમનની વાતો કરે છે, પરંતુ આજે દેશના લોકો કાશ્મીર જઈ શકતા નથી અને બહારથી જાનૈયાઓને બોલાવી કાશ્મીરમાં મોકલવામાં આવે છે. વિદેશથી સાંસદોની બારાત બોલાવી જવાની પરવાનગી આપવામાં આવે છે. કારણ કે, આ ગવર્મેન્ટ સ્પોન્સર ટુર છે.