KISS DAY 2020 : કિસ કરતી વખતે શરીરમાં કેટલીક અજબ બાબતો થાય છે, તમે નોંધ્યું છે ખરું?

આજે વેલેન્ટાઇન વીક દરમિયાન કિસ ડે છે, ત્યારે આપણે રોમાન્સના રોમાંચને અલગ જ લેવલે લઇ જતા ચુંબન વિશે થોડી રસપ્રદ અને માહિતીસભર વાતો કરીશું. દરેકના જીવનમાં પહેલી કિસ સૌથી યાદગાર પળ હોય છે. કારણકે તેની યાદ હંમેશા તમારા દિલો દિમાગ પર છવાયેલી રહે છે. તેથી પહેલી કિસ પરફેક્ટ હોવી જોઇએ. જો કે તમારી એ કિસ હંમેશા ખુશહાલ હોય તે જરૂરી નથી. કિસ કરતી વખતે તમે કદી એવું વિચાર્યુ નહીં હોય કે તેની પાછળ શું શું ચાલી રહ્યું છે.

તમે શું એવું વિચાર્યું છે કે કિસ કરવાના પણ કોઇ ફાયદાઓ હોઇ શકે છે. તમને થશે કે કિસ કો કિસ હોય છે, તે કોઇ યોગ કે દવા તો છે નહીં કે તેના કોઇ ફાયદા હોય. પણ એ હકીકત છે કે કિસ કરવાના ઘણાં ફાયદાઓ છે. તમે એ વાત માનો કે ન માનો પણ કિસ સૌથી મોટુ સ્ટ્રેસ બસ્ટર છે. અને તેના કારણે મનમાં ખુશીઓની તરંગ ઉઠે છે.

કિસ કરવાથી સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે

જો તમને કોઇ વાતનું સ્ટ્રેશ હોય અને તમે ટેન્શન અનુભવતા હોવ અને તમે જો એ સ્ટ્રેસને દૂર કરવા આલ્કોહોલનું સેવન કરવા માગતા હોવ તો અમારી સલાહ છે કે તેના બદલે કિસ કરો. હાં, નિયમિત કિસ કરતાં રહેવાથી સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે. એનબીસીના એક અભ્યાસની વાત માનીએ તો જે લોકો કિસ કરે છે તેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં ઘટાડો થાય છે. એટલું જ નહીં કિસ કરવાથી હેપ્પી હોર્મોન અને ફીલ ગુ઼ડ કેંમિકલ ઓક્સિટોસિન પણ શરીરમાં રિલીઝ થાય છે. તેનાથી સ્ટ્રેસ ઓછું થાય છે અને તમે હેપી ફિલ કરો છો.

કોલેસ્ટ્રોલમાં લડવામાં પણ મદદ મળે છે

જો તમે કાર્ડિયો સેશન નહીં કરી શક્યા. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધેલું હોય તો તેમાં પણ તમારા માટે કિસ ફાયદાકારક સાબિત થાય છે. કિસ કરવાથી બ્લડ લિપિડના લેવલમાં પોઝિટીવ અસર થાય છે. વેસ્ટર્ન જર્નલ ઓફ કમ્યુનિકેશનમા્ં 2009માં થયેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે રોમાન્ટિક કિસ કરવાથી શરીરમાં સેરમ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ઓવરઓલ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટી જાય છે.

સંભવિત પાર્ટનરની શોધમાં મળે છે મદદ

ઓક્સફર્ડ યૂનિવર્સિટીના સંશોધકોની વાત માની લઇએ તો કિસિંગ દ્વારા તમે એ વાતનું આકલન કરી શકો છો કે તમે જે વ્યક્તિને કિસ કરો છો તે ભવિષ્યમાં તમારો સંભવિત પાર્ટનર બની શકે છે કે નહીં. કિસ કરવા દરમિયાન સલાઇવાનું જે કેમિકલ મેકઅપ થાય છે, તેનાથી મહિલાનું શરીર એ નિર્ણય લઇ શકે છે કે તે જે વ્યક્તિને કિસ કરી રહી છે તે તેના બાળકોનો પિતા બનશે કે નહીં.

હાર્ટ રેટ અને બ્લડ ફ્લોમાં વધારો થાય છે

જ્યારે પણ તમે કોઇને કિસ કરો છો, તો તમારા શરીરમાં અચાનક એડ્રનલિન રશ થાય છે, જેનાથી જે તે વ્યક્તિની હાર્ટ રેટ વધી જાય છે, હૃદયના ધબકારા વધવાની સાથે જ એનર્જી લેવલ પણ બહેતર બની જાય છે. તેની સાથે જ બ્લડ ફ્લો મતલબ કે રક્ત સંચાર પણ વધી જાય છે. આ તમામ બાબતો તમારા શરીર માટે પોઝિટીવ માનવામાં આવે છે. તો ચિંતા છોડો અને બીજુ બધુ આડુ અવળું વિચાર્યા વગર તમારા પાર્ટનરને સીધા કિસ કરો યાર.

હેપી કેમિકલ્સ થાય છે રિલીઝ

હાર્વર્ડ યૂનિવર્સિટીમાં સાઇકોલોજીના પ્રોફેસર જસ્ટિન લેહમિલરની વાત માની લઇએ તો જ્યારે પણ આપણે કિસ કરીએ છીએ તો આપણા દિમાગમાં ડોપામાઇનનું જાણે કે પુર આવી જાય છે. ડોપામાઇન હેપી કેમિકલ છે, જે ત્યારે રિલીઝ થાય છે જ્યારે તમે એવી વસ્તુઓ કરો છો જેનાથી તમને ખુશી મળતી હોય. પછી તે તમારી કોઇ ફેવરિટ હોબી હોય કે તમારી કોઇ મનગમતી રમત હોય. કિસ પણ એવી જ એક બાબત છે જેનાથી ડોપામાઇન રિલીઝ થાય છે.