સુપ્રીમ કોર્ટનો અગત્યનો આદેશ: ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની માહિતી જાહેર કરો

સુપ્રીમ કોર્ટે એક અગત્યના આદેશમાં રાજકીય પક્ષોને કહ્યું કે તેઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની સાઈટ પર પણ અપલોડ કરે. દેશની સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં કહ્યું કે આ આદેશનું પાલન ન કરવા પર કન્ટેમ્પટની કાર્યવાહી કરી શકે છે. આ આદેશ જસ્ટીસ રોહિંટન નરીમન અને જસ્ટીસ એસો. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે રાજનીતિ ગુનાહિત રેકોર્ડવાળા ઉમેદવારો પર આ મોટો આદેશ આપ્યો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પાર્ટીઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને અખબારો, વેબસાઈટસ, અને સોશિયલ સાઈટસ પર પ્રકાશિત કરે. તેની સાથે જ પ્રશ્ન એ કર્યો કે આખરે પાર્ટીઓની એવી તે શું મજબૂરી છે કે આ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોને ટીકીટ આપે છે.સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને પ્રશ્ન કર્યો કે આખરે તેની એવી શું મજબુરી છે કે તેઓ ગુનાહિત ભૂતકાળ કે ઈતિહાસ ધરવતા ઉમેદવારોને ટીકિટ આપી છે.

રાજકીય પક્ષેોએ આવા ઉમેદવારને પસંદ કર્યાના 72 કલાકની અંદર જ ચૂંટણી પંચને અનુપાલન રિપોર્ટ આપવો પડશે જેની વિરૃદ્ધ ક્રિમીનલ કેસ પેન્ડિંગ છે. જે ઉમેદવારોની વિરૃદ્ધ ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેમના અંગે જો રાજકીય પક્ષ કોર્ટની વ્યવસ્થાનું પાલન કરવામાં અસરળ રહે છે તો ચૂંટણી પંચ તેને સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં લેવાશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજકીય પક્ષોએ ચૂંટણીના ઉમેદવારોને લગતા ગુનાહિત કેસોને લગતી માહિતી તેમની વેબસાઈટો પર આપવી ફરજિયાત છે. દેશમાં પ્રાદેશિકથી લઈ રાષ્ટ્રીયસ્તરે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે અવાર-નવાર આ ચૂંટણીઓમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે.

રાજકારણનું વધી રહેલું આ અપરાધિકરણ અંગે દાખલની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ અંગેની વિગતો વેબસાઈટ પર દેખાડવાની રહેશે તેવી અરજી પર આ આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોની આ ગણતરીને ફગાવી દીધી હતી. ઉમેદવારોની પસંદગી કરતી વેળા તેમની લાયકાત અને સિદ્ધિ તેમજ સંબંધિત ઉમેદવારોની મેરિટના સંબંધમાં રાજકીય પક્ષો માહિતી આપે તે જરૂરી છે. નામને મંજુરી આપ્યા બાદ 48 કલાકની અંદર જ ઉમેદવારની વિગતો રાજકીય પક્ષોએ પબ્લિક ડોમેનમાં મૂકી દેવી જોઇએ.

સુપ્રીમ કોર્ટ સાફ શબ્દોમાં કહ્યું છે કે જો તેના આદેશને પાળવામાં રાજકીય પક્ષો નિષ્ફળ રહેશે તો તિરસ્કારની કાર્યવાહીને પાત્ર રહેશે. અગાઉ ચૂંટણી પેનલે કહ્યું હતું કે 2004માં 24 ટકા સાંસદો ગુનેગારી બેકગ્રાઉન્ડ ધરાવે છે. 2009માં આ સંખ્યા 30 ટકા થઇ ગઇ હતી. 2014માં 34 ટકા સંખ્યા થઇ ગઇ છે. વર્તમાન સંસદમાં 43 ટકા સાંસદો તેમની સામે ગુનેગારી કેસો ધરાવે છે. ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિન ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજી પર સુનાવણી કરતી વેળા  કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.