વસીમ બિલ્લા મર્ડર કેસ: બિલ્લાના ભાઈનો આક્ષેપ,”બદરી લેસવાલાને બચાવવાનો પ્રયાસ, અન્ય એજન્સીને તપાસ સોંપવા માંગ”

સુરતના માથાભારે વસીમ બિલ્લા હત્યા કેસમાં તેના ભાઈ ફીરોઝ ગુલામ શેખે ગુજરાના પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી અને કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરતો પત્ર લખ્યો છે. આ પત્રમાં વસીમ બિલ્લાના ભાઈ ફીરોઝે પોલીસ તપાસ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને બદરી લેસવાલાને પોલીસ બચાવી રહી હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો છે અને તપાસને અન્ય એજન્સી પાસે કરાવવાની માંગ કરી છે.

ફીરોઝ શેખે પોતાની લેખિત રજૂઆતમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે 22મી જાન્યુઆરીના રોજ મારા ભાઈ વસીમ શેખ(વસીમ બિલ્લા)ની નવસારીના છાપરા રોડ ખાતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા પાછળ બદરી લેસવાલા. અબ્બાસ મીઠાઈવાલા, અલી અસગર અને હાશીમ ભૈયાનું નામ પહેલેથી શકમંદ તરીકે આપવામાં આવ્યું હતું. આ ગુના અંગે પોલીસે ત્રણ આરોપીઓ મુસ્તાન ઉર્ફે મામા અલી હુસૈન ડોડીયા, કુત્બુદ્દીન અસગર અલી અને શાકીબ અલી રંગરેજની ધરપકડ કરી 17મી તારીખ સુધીની પોલીસ કસ્ટડી મેળવી છે.

ફીરોઝ શેખે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોલીસે રીમાન્ડ માટે જે કારણો બતાવ્યા છે, તેમાં પકડાયેલા આરોપીઓ પાસેથી જ માહિતી પોલીસ અધિકારીને મળી હતી તે જોવામાં આવે તો પ્રથમથી જ મારા ભાઈનું કાવતરૂં રચીને ખૂન કરી પુરાવાનો નાશ કર્યાનું  આરોપીઓ દ્વારા જણાવવામાં આવી રહેલ છે. આ જોવામાં આવે તો સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે બદરી લેસવાલા અને તેના મળતીયા અન્ય આરોપીઓને આ ગુનામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બદરી લેસવાલા પૈસે ટકે સદ્વર છે. રાજકીય પક્ષો તેમજ પોલીસ ખાતામાં પોતાની વગ ધરાવે છે. જેનો ગેરલાભ લઈ આ બદરી લેસવાલા તેમના તેના મળતીયા  મારા ભાઈના ખૂનીન તપાસ પર પોતાનો પ્રભાવ પાડી રહ્યા છે.

વસીમ બિલ્લાના ભાઈ ફીરોઝ શેખની સંપૂર્ણ અરજી વાંચો અહીં…