ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ ખર્ચાશે આટલા કરોડ રૂપિયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડીયમનું ઉદ્વઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેનાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત માટે અંદાજે 100નો ખર્ચ કરવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આની પાછળ કારણ એ છે કે રોડ શો, સાંસ્કૃતિ કાર્યક્રમ સહિતની પ્રવૃત્તિઓના કારણે તેમજ દેશ વિદેશમાંથી 2000 જેટલા વીવીઆઈપી લોકોને આમંત્રણ તેમજ તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા વગેરેનો ખર્ચ પણ કરોડોમાં છે. પીએમ મોદી અને ટ્રમ્પ માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ – શો કરવાના આ રોડ શોમાં અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જેમાં 21 કરોડના ખર્ચે નવા રોડ બનાવાયા છે.