ચૂંટણી પુરી થતાં જ રાંધણ ગેસના ભાવમાં 149 રૂપિયાનો વધારો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેની સાથે જ સબસીડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ 14 કિલોવાળો સિલિન્ડર હવે 144.50 રૂપિયાથી વધીને 858.50માં મળશે. બીજી બાજુ કોલકાતામાં તે 149 રૂપિયા વધીને 896.60 રૂપિયા જયારે મુંબઇના લોકોને 145 રૂપિયા વધુ ચુકવવા પડશે સિલિન્ડર હવે 829.50 રૂપિયા મળશે

સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે એક જાન્યુઆરી બાદ ગેસના ભાવ વધ્યા નથી. ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રેકોર્ડ 224.98 રૂપિયાનો વધારો કર્યો હતો. કારોબારીઓને કોમર્શિયલ સિલિન્ડર માટે વધારો કર્યો હતો. કારોબારીઓને કોમર્શિયલ સિલિન્ડર માટે 1550.02 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. બીજી બાજુ રાંધણ ગેસ ગ્રાહકો માટે રાહત મળી હતી. માસિક રેટ રિવીઝનમાં રાંધણ ગેસ સિલિન્ડરના બજારની કિંમતમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે કે લોકોને 14.2 કિલો વાળો સિલિન્ડ 749 રૂપિયાનો જ મળી રહ્યો હતો.

વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિ.ગ્રા.ના 12 સિલિન્ડરો પર સબસીડી આપે છે. જ તેનાથી વધુ સિલિન્ડર જોઇએ તો બજાર મુલ્ય પર ખરીદી કરવી પડે છે. જો કે સરકાર દર વર્ષે 12 સિલિન્ડરો પર જે સબસીડી આપે છે તેની કિંમત પણ મહીને દર મહીને બદલતી રહે છે.