100 વર્ષમાં બીજીવાર બગદાદમાં પથરાઇ બરફની સફેદ ચાદર

ઇરાકના પાટનગર બગદાદમાં 100 વર્ષમાં બીજીવાર જોરદાર બરફવર્ષા થઇ છે. છેલ્લે અહીં 2008માં બરફવર્ષા થઇ હતી. બરફવર્ષા થવાને કારણે લોકો પોતાના તમામ કામકાજ છોડીને તેનો આનંદ માણવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સદીની આ બીજી બરફવર્ષાને કારણે ચોમેર બરફની સફેદ ચાદર જાણે કે પથરાઇ ગઇ હતી, બગદાદમાં મોટાભાગે ગરમી પડતી રહે છે ત્યારે લોકો આ બરફવર્ષાનો આનંદ માણવા નીકળી પડ્યા હતા, 2008માં જ્યારે બરફવર્ષા થઇ હતી ત્યારે તે ઘણી ઓછી થઇ હતી.

ઈરાકની રાજધાની બગદાદમાં બરફની ચાદર ફરી વળતા નયમરમ્ય દૃશ્ય સર્જાયું છે. જેને કારણે ઇરાકમાં સદીનો અદભૂત નજારો જોવા મળ્યો રહ્યો છે. બરફની ચાદર જોવા મળતા લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને ક્રિડા કરતા જોવા મળ્યા હતા એક જ સદીમાં બીજીવાર થયેલી બરફ વર્ષાને કારણે બગદાદમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

બગદાદવાસીઓ ઘરમાંથી બહાર નિકળી હિમવર્ષાનો આનંદ લેતા નજરે ચડી રહ્યા છે. જોકે બગદાદ રણ પ્રદેશમાં આવેલો હોવાથી ત્યાં મોટા ભાગનો સમય ઉનાળામાં વ્યતીત થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે ત્યાં 2008માં બરફ પડ્યો હતો પરંતુ તે નહિવત કહી શકાય તેટલો હતો. અને આ વખતની ભારે હિમ વર્ષાનો લોકો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.

જો કે આ વખતે જે બરફવર્ષા થઇ છે તે ઘણી વધુ હતી અને તેનો લોકોએ ખુલ્લા મનથી આનંદ માણ્યો હતો. ઇરાકના હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં હજુ વધુ બરફવર્ષા થવાની સંભાવના દેખાઇ રહી છે. એ ઉલ્લેખનીય છે કે ઇરાકના ઉત્તર પ્રાંતમાં બરફવર્ષા થવી એ સામાન્ય કહેવાય છે પણ મધ્ય અને દક્ષિણ ઇરાકમાં બરફવર્ષા એ ઘણી દુર્લભ વાત ગણવામાં આવે છે.