કોંગ્રેસ માટે ખતરાની ઘંટી, મુસ્લિમ મતદારોએ કોંગ્રસને ફગાવી, શાહીન બાગ સહિતની 8 બેઠકો પર AAPનો ડંકો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કેજરીવાલની ઝાડૂએ ભાજપ-કોંગ્રેસ સૂપડા સાફ કરી નાંખ્યા છે. આવામાં લોકોની નજર દિલ્હીની આઠ મુસ્લિમ બહુલ સીટો પર રહી હતી. દિલ્હીની આ સીટો પર સીએએ વિરુદ્વ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં આવતી શાહીન બાગમાં પાછલા 58 દિવસથી મુસ્લિમ મહિલા રાત-દિવસ પ્રદર્શન કરી રહી છે.

ભાજપે ચૂંટણી પ્રચારમાં શાહીન બાગને મુખ્ય મુદ્દો બનાવી દીધો હતો તો અરવિંદ કેજરીવાલે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન અંતર જાળવી રાખ્યું હતું. જ્યારે શાહીન બાગમાં કોંગ્રેસ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઉભેલી જોવા મળી હતી.

દિલ્હીના રાજકારણમાં મુસ્લિમ મતદારો લગભહ 12 ટકાની આસપાસ છે. દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી 8 સીટ પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. બલ્લીમરાન, સીલમપુર, ઓખલા, મુસ્તાફાબાદ, ચાંદની ચોક, મટીયા મહલ, બાબરપુર અને કીરાડી જેવી બેઠકો મુસ્લિમ બહુલ ગણાય છે. આ મત વિસ્તારોમાં  35થી 60 ટકા મુસ્લિમ મતદાતાઓ છે. વળી, ત્રિલોકપુરી અને સીમાપુરી બેઠકો પર મુસ્લિમ મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઓખલા

ઓખલા બેઠક પરથી  આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. ગણતરીના 13 રાઉન્ડ બાદ અમાનતુલ્લાહ ખાન લગભગ 72,000 હજાર મતોથી આગળ છે.

મટિયા મહેલ

આમ આદમી પાર્ટીના શોએબ ઇકબાલ આગળ વધી રહ્યા છે. મટિયા મહેલ બેઠક પરથી આપના શોએબ ઇકબાલ અને કોંગ્રેસના એમ મિર્ઝા આમને-સામને છે અને ભાજપ તરફથી રવિન્દર ગુપ્તા નસીબ અજમાવી રહ્યા છે. આમઆદમી પાર્ટીના અસીમ અહેમદે 2015માં આ બેઠક જીતી હતી. આમ આદમી પાર્ટીના શોએબ ઇકબાલ આગળ છે.

બલ્લીમરાન

આમ આદમી પાર્ટીના ઇમરાન હસન આગળ છે. બલ્લીમરાન બેઠક પરથી કોંગ્રેસના હારુન યુસુફ સામે આપના ઇમરાન હસન અને ભાજપ વતી લતા સોઢી નસીબ અજમાવી રહ્યા છે. ઇમરાન હસન 2015માં AAP થી જીત્યા હતા. આ વખતે આપના ઇમરાન હસન આગળ છે.

સીલમપુર

આમ આદમી પાર્ટીના અબ્દુલ રહેમાન અગ્રેસર છે. આપના અબ્દુલ રહેમાન સીલમપુર બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચૌધરી મતીન સામે મેદાનમાં છે. અહીં ભાજપ તરફથી કૌશલ મિશ્રા મેદાનમાં છે. આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.

મુસ્તફાબાદ

ભાજપના જગદીશ પ્રધાન આગળ ચાલી રહી રહ્યા છે. મુસ્તાફાબાદ બેઠક પરથી આમ આદમી પાર્ટીના હાજી યુનુસ અને કોંગ્રેસના અલી મહેંદી મેદાનમાં છે. અહીં ભાજપના જગદીશ પ્રધાન ભાગ્ય અજમાવી રહ્યા છે. 2015માં ભાજપ આ બેઠક જીતી હતી. ભાજપ આગળ છે.

કિરાડી

આમ આદમી પાર્ટીના રિતુરાજ ગોવિંદ આગળ છે. મુરાદ રિયાઝુદ્દીને કિરાડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સાથી આરજેડી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી રિતુરાજ ગોવિંદ અને ભાજપ તરફથી અનિલ ઝાના નસીબ અજમાવી રહ્યા છે.

બાબરપુર

આમ આદમી પાર્ટીના ગોપાલ રાય અગ્રેસર છે. બાબરપુર વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી નરેશ ગૌર, આમ આદમી પાર્ટીના ગોપાલ રાય અને કોંગ્રેસ તરફથી અનવિક્ષા દિક્ષિત મેદાનમાં છે. 2015માં  ગોપાલ રાય આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

તમને દઈએ કે દિલ્હીમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યો નથી. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાંચ-પાંચ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે અને બંને પક્ષોએ એક બીજાની સામે દાવ લગાવી દીધો છે. આને કારણે આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકોની લડત ખૂબ રસપ્રદ બની છે.

તમને જણાવી દઈએ કે આપની 2015ની વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીમાં મુસ્લિમ સમુદાયની પહેલી પસંદ બની હતી. પરિણામે  કોંગ્રેસના દિગ્ગજોને હરાવીને મુસ્લિમ બહુમતી બેઠકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કબજે કરી હતી. આમ આદમી પાર્ટીએ તમામ મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોમાં વિજયની જીત મેળવી હતી. કેજરીવાલની પાર્ટીમાંથી જીતેલા ચાર મુસ્લિમ ધારાસભ્યોમાંથી એક મુસ્લિમ ધારાસભ્યનં મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ 2013માં કોંગ્રેસમાંથી પણ ચાર મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા.