JNUવાળી મહરૌલી બેઠક પર લેફ્ટ પાર્ટીના ઉમેદવાર નોટાથી પણ પાછળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ્સની આસપાસ જ આવતા દેખાઇ રહ્યા છે, જો કે મહરૌલી બેઠકના જે શરૂઆતના વલણ છે તે થોડા નવાઇ પમાડનારા છે. જ્યાં લેફ્ટ પાર્ટીનો દબદબો છે એવા જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટી વિસ્તારની આ વિઘાનસભા બેઠક પર લેફ્ટ પાર્ટીના ઉમેદવારને નોટાથી પણ ઓછા મત મળ્યા છે.

અત્યાર સુધી જે માહિતી મળી છે તે અનુસાર મહરૌલી બેઠક પર આમ આદમી પાર્ટીના નરેશ યાદવ સૌથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર નોટાને અત્યાર સુધી 198 મત મળ્યા છે અને આ બેઠક પર ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક નામની લેફ્ટ પાર્ટીના ઉમેદવારને માત્ર 46 મત મળ્યા છે. એ જાણી લો કે મહરૌલી સાઉથ દિલ્હીમાં આવેલું છે, સંગમ વિહાર, છત્તરપુર, પાલમ, તુગલકબાગ, કાલકાજી, મહરૌલી, દેવલી. બદરપુર, અંબેડકર નગર, બિજવાસન તમામ સાઉથ દિલ્હીમાં આવે છે.