CBIના માજી ડિરેક્ટર રાકેશ અસ્થાનાને લાંચ કેસમાં ક્લિનચીટ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)એ પોતાના માજી ડિરેક્ટર અને સૂરતના માજી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સંબંઘિત લાંચ કેસમાં દૂબઇના ઉદ્યોગપતિ અને કથિત વચેટિયા મનોજ પ્રસાદ સામે મંગળવારે આરોપનામુ દાખલ કરવામાં આવ્યું છે. કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઇએ જો કે વિશેષ સીબીઆઇ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલ સમક્ષ દાખલ કરેલા આ આરોપનામામાં અસ્થાનાને ક્લિનચીટ આપી દીધી છે. તપાસ એજન્સીએ તેની સાથે જ આ કેસમાં તપાસના ઘેરામાં રહેલા રૉના વડા એસ કે ગોયલને પણ બેદાગ જાહેર કરી દીધા છે.

રૉના વડા એસ કે ગોયલ અને સીબીઆઇની ડીએસપી દેવેન્દ્ર કુમારને પણ આ કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે.

સીબીઆઇની ડીએસપી દેવેન્દ્ર કુમારને પણ તપાસ એજન્સી દ્વારા કલિનચીટ મળી ગઇ છે, દેવેન્દ્ર કુમારની 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને તે પછી તેમને જામીન મળી ગયા હતા. કોર્ટ દ્વારા અંતિમ રિપોર્ટ અંગે વિચારણા કરવા બુધવારનો દિવસ નિર્ધારિત કર્યો છે. વચેટિયા મનોજ પ્રસાદની 17 ઓક્ટોબર 2018ના રોજ ધરપકડ થઇ હતી અને તે પછી તેને 18 ડિસેમ્બરે જામીન મળ્યા હતા. સૂચ્રોના જણાવ્યા અનુસાર આરોપનામામાં ઉલ્લેખ છે કે કેસની તપાસ હજુ ચાલી રહી છે અને તપાસ એજન્સી પૂરક રિપોર્ટ દાખલ કરી શકે છે.

સીબીઆઇ 60 દિવસની મુદતમાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહેતા ડિસેમ્બર 2018માં દિલ્હીની કોર્ટે પ્રસાદને જામીન આપ્યા હતા. દેવેન્દ્ર કુમારની જામીન અરજીનો તપાસ એજન્સીએ તેનો વિરોધ ન કરતાં નીચલી અદાલતે 31 ઓક્ટોબરે તેમને જામીન આપ્યા હતા.