કોરોનાવાયરસ: સલ્ફર ડાયોક્સાઈડના વાદળો સાબિત કરી રહ્યા છે ચીનમાં કલ્પના બહારના મોત થયા છે

કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ તેની મારકશક્તિ વિચારીએ છીએ તેના કરતાં પણ વધુ ખતરનાક લાગી રહી છે. હકીકતમાં રોગથી અસરગ્રસ્ત શહેરોમાં જોવા મળતા સલ્ફર ડાયોક્સાઇડના વાદળ દ્વારા સ્પષ્ટ થાય છે. આ વાદળો ચીનમાં મોટા પ્રમાણમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનો પુરાવો છે.

એવા અનેક સેટેલાઈટ ફોટાઓ છે જે દર્શાવી રહ્યા છે કે જ્યાંથી કોરોનાવાયરસ ફેલાયો છે તે ચીનનાં વુહાન શહેરના આકાશે સલ્ફર ડાયોક્સાઈડના વાદળો ઘેરાઈ ગયા છે. ચીનના અધિકારીઓએ કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે મૃત્યુ પામેલા મૃતદેહોનું તાત્કાલિક અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપ્યો છે અને અંતિમવિધિ સેવાને પણ એક રીતે જોઈએ તો સરકારી વિભાગનો મામલો બનાવી દેવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સલ્ફર ડાયોક્સાઇડ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે મેડીકલ વેસ્ટને સળગાવવામાં આવે છે અથવા મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. વિન્ડી વેબસાઈટના જણાવ્યા મુજબ ચીનમાં કોઈ અન્ય શહેર સલ્ફર ડાયોક્સાઇડ વુહાન જેટલું ઉંચું દર્શાવી રહ્યું નથી. સપ્તાહના અંતે સલ્ફર ડાયોક્સાઈડનું લેવલ 1350 /g / m3 ની આસપાસ હતું. WHO મુજબ 500 ઘનમીટર પ્રતિ ક્યુબિક મીટરના ડોઝ 10 મિનિટથી વધુ ન હોવો જોઈએ. હકીકતમાં  યુનાઇટેડ કિંગડમની સરકાર દ્વારા 15 મીનીટ માટે 533 533 µg / m3ની સાંદ્રતા ઉંચી માનવામાં આવે છે.જ્યારે ચીનમાં આ લેવલ અત્યંત વધેલું જોવા મળી રહ્યું છે.

હાઈ લેવલ સલ્ફર ડાયોક્સાઇડનું લેવલ અને કોરોનાવાયરસ વચ્ચેની સીધી કડી હોય તો હાઈ લેવલના કારણે અનેક પ્રકારની શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે.