ભાજપ માટે દિલ્હી દૂર જ રહ્યું : સત્તાનાં દુકાળનો અંત ન આવ્યો, દિલ્હીમાં કેજરીવાલની હેટ્રીક

દિલ્હીમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ ખરા અર્થમાં ઝાડુ ફેરવી દઇને ભાજપ અને કોંગ્રેસનો સફાયો કરી દીધો હોવાનુ શરૂઆતના ટ્રેન્ડમાં જ જાહેર થઇ ગયું હતું અને કુલ મતોના 50 ટકાથી વધુ હિસ્સો મેળવીને કેજરીવાલ હવે ત્રીજીવાર દિલ્રહીમાં સરકાર બનાવશે, શરૂઆતના ટ્રેન્ડને ધ્યાને લેતા આપ 45થી 55 બેઠક જીતવા તરફ આગળ વઘી રહ્યું છે. દિલ્હીની ચૂંટણીએ ઘણાં રાજકીય મેસેજ આપી દીધા છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હવે દિલ્હીએ એવું સાબિત કર્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં લોકો સ્થાનિક મુદ્દાને વધુ પ્રાધાન્ય આપે છે.

ભાજપે દિલ્હીના દંગલમાં થોડું મોડું ઝુકાવ્યું હતુ, શાહીનબાગ દ્વારા માહોલ બદલવાનો પ્રયાસ પણ કરાયો, શૂઆતમાં કેજરીવાલની હવા ઉગ્ર હતી પણ અમિત શાહના આક્રમક પ્રચારે સ્થિતિ બદલી નાંખી પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. કેજરીવાલે જો કે ચતુરાઇથી સ્થાનિક મુદ્દાઓ પર ફોક્સ જાળવી રાખ્યું હતું અને તે આપની તરફેણમાં ગયું હતું. આ ચૂંટણાી દંગલમાં સીધો મુકાબલો આપ અને ભાજપ વચ્ચે જ હતો, ચૂટણીની જાહેરાત સમયે તો આ લડાઇ એકતરફી જ મનાતી હતી. જો કે તે પછી ભાજપે તેમા વાપસી કરી હતી. ભાજપની વાપસીનું એન્જિન બન્યું રાષ્ટ્રીય મુદ્દા, પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો અને શાહીનબાગ. બીજી તરફ અરવિંદ કેજરીવાલે વિજળી પાણી જેવા પાયારૂપ મુદ્દા પકડી રાખ્યા હતા.

હાલના ટ્રેન્ડને ધ્યાને લેતા એવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે કે દિલ્હીની પ્રજાએ સ્થાનિક મુદ્દા પર જ વોટિંગ કર્યું છે. સ્લમ, અનિયમિત કોલોનીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં કેજરીવાલના આપનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. ઉદાહરણ તરીકે લઇએ તો બુરાડી બેઠકને ધ્યાને લઇએ. વિકાસ મામલે તે પાછળ છે, અહીં બિહાર અને યુપીના લોકોની સંખ્યા વધુ છે અને મુકાબલો આપના સંજીન ઝા અને નીતિશ કુમારના જેડીયૂના ઉમેદવાર વચ્ચે છે અને હાલના ટ્રેન્ડમાં સંજીવ ઝા ઘણાં આગળ છે.