હવે આ બે ગુજરાતી ઉદ્યોગપતિઓને દોડાવવી છે તેજસ જેવી એક્સપ્રેસ ટ્રેન, મોદી સરકાર સાથે ચાલી રહી છે ચર્ચા

ભારતીય રેલ્વે દેશમાં 150 પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે. આ માટે 100 રૂટની પસંદગી પણ કરવામાં આવી છે. હાલ દેશમાં પ્રાઈવેટ કંપનીઓ દ્વારા તેજસ અને વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. પરંતુ આ આંકડો ભવિષ્યમાં 150 પર પહોંચશે.

રેલવે મંત્રાલયે 100 વધુ નવા રૂટ પર પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની સંપૂર્ણ યોજના બનાવી છે. હાલમાં તેજસ એક્સપ્રેસ દેશમાં  IRCTC દ્વારા ચલાવવામાં આવી રહી છે. આમાં મુસાફરોને એરલાઇન્સ જેવી સુવિધાઓ મળી રહી છે.

મુસાફરો  હાઈટેક ટ્રેન વંદે ભારત અને તેજસ એક્સપ્રેસને ખૂબ પસંદ કરે છે. આ બંને ટ્રેનો તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. દેશની ઘણી મોટી કંપનીઓએ પ્રાઈવેટ ટ્રેનો ચલાવવામાં રસ દાખવ્યો છે.

‘CNBC આવાઝ’ અનુસાર ઘણી મોટી કંપનીઓએ રેલવે મંત્રાલયની પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની યોજનામાં રસ દાખવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર IRCTC ઉપરાંત ટાટા, અદાણી અને બોમ્બાર્ડિયર જેવી મોટી કંપનીઓ પ્રાઈવેટ ટ્રેનો ચલાવવા માંગે છે.

જો સૂત્રોનું માનવું હોય તો, રેલ્વે મંત્રાલયની આ યોજના હેઠળ અલસ્ટોમ, હિટાચી, ટાટા રિઆલિટી પણ પ્રાઈવેટ ટ્રેનો ચલાવવા માંગે છે. કયા રૂટ પર પ્રાઈવેટ ટ્રેનો દોડશે તે અંગે સરકારે પણ રૂટ નક્કી કર્યા છે. ટાટા કંપનીના રતન ટાટા મૂળ ગુજરાતી છે અને અદાણી ગ્રુપના ગિરીશ અદાણી પણ ગુજરાતી છે અને આ બન્ને ઉદ્યોગપતિઓની કંપનીઓએ ટ્રેન ચલાવવાની ઈચ્છા જાહેર કરી છે.

હાલમાં ખાનગી ટ્રેનો સંચાલિત રૂટમાં મુંબઇ-મધ્ય-નવી દિલ્હી, નવી દિલ્હી-પટણા, અમદાવાદ-પુણે અને દાદર-વડોદરાના ઇન્દોર-ઓખલા, લખનૌ જમ્મુ તાવી, ચેન્નઈ-ઓખલા, આનંદ વિહાર-ભાગલપુર, સિકંદરાબાદ-ગુવાહાટી અને હાવડા- આનંદ વિહારનો સમાવેશ થાય છે. હમણાં ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ નવી દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડી રહી છે. તેજસ ચલાવવા માટે IRCTC જવાબદાર છે.

સરકાર આ અંગે ઝડપથી કામ કરી રહી છે. રિપોર્ટ છે કે બિડિંગ દસ્તાવેજ ઓનલાઇન મૂકવામાં આવ્યો છે. આ પ્રાઈવેટ ટ્રેનો 16 કોચની હશે. તેમની ગતિ 160 કિમી પ્રતિ કલાકની રહેશે. પ્રાઈવેટ કંપની તેમના ભાડા અને જાળવણી માટે જવાબદાર રહેશે.

આ પ્રાઈવેટ ટ્રેનો ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવશે. તેથી ઓપરેટિંગ કંપનીઓને ભાડા, ટ્રેનમાં કેટલા વર્ગના કોચ, અને કયા સ્ટેશનો પર ટ્રેન અટવાશે તે નક્કી કરવાનો અધિકાર મળશે.

નોંધપાત્ર વાત એ છે કે, આગામી કેટલાક વર્ષોમાં ભારતીય રેલ્વેનો કાયાકલ્પ થવાનો છે. તેજસ અને વંદે ભારત જેવી હાઇટેક ટ્રેનો મુસાફરોને પસંદ આવી રહી છે. મુસાફરોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ હવે રેલવે મંત્રાલય લગભગ 100 રૂટો પર આવી 150 ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.