રાહુલ ગાંધીનો સીધો આરોપ : ભાજપ સરકારની અનામતના ખાત્મમાની વ્યુહરચના

સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીઓમાં અનામત બાબતે કરાયેલી ટીપ્પણી બાબતે રાજકીય નિવેદનબાજીઓ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ દ્વારા આ મામલે મોદી સરકારને ભીંસમાં લેવામાં આવી રહી છે અને સર્વોચ્ચ અદાલતમાં પુનર્વિચાર યાચિકા દાખલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે મોદી સરકાર પર જોરદાર હલ્લાબોલ કરીને કહ્યુ્ હતું કે ભાજપ અને આરએસએસના ડીએનએને અનામત કાંટાની જેમ ખુંચે છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને ભાજપની વિચારધારા અનામત વિરોધી છે, તેઓ કોઇને કોઇ રીતે અનામતને હિન્દુસ્તાનના બંધારણમાંથી કાઢી નાંખવા માગે છે. રાહુલે કહ્યું હતું કે તેમણે પહેલા રવિદાર મંદિર તોડ્યું, કારણકે જે એસસી-એસટી કમ્યુનિટિ છે તેને આ લોકો આગળ આવવા દેવા માગતા નથી.

કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે ભાજપની વ્યુહરચના અનામત રદ કરી દેવાની છે. પણ ભાજપ એવું ગમે તેટલું સ્વપ્ન જોઇ લે, એવુ થશે નહીં અનામત બંધારણનો હિસ્સો છે. ભાજપ દ્વારા તેનો અંત આણવાનો પ્રયાસ થઇ રહ્યો છે.