દેશમાં પહેલીવાર કુતરાની સફળ પેસમેકર પ્રત્યારોપણ સર્જરી

દેશમાં પહેલીવાર નાના પશુઓના હાર્ટની પેસમેકર પ્રત્યારોપ સર્જરી થઇ છે. પહેલી સર્જરી સફળ થવાથી તેને પશુઓની ચિકિત્સાના ક્ષેત્રમાં એક મહત્વનું પગલું ગણાય રહ્યું છે. ગ્રેટર કૈલાશ સ્થિત મેક્સ વેટ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમા આ સર્જરી થઇ છે.

સાડા સાત વર્ષની ખુશી નામક કુતરાંની કોકર સ્પેનિયલની સર્જરીની સફળ પેસમેકર સર્જરી થઇ છે. ગત મહિને ખુશીની તબિયત બગડી તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું હૃદય 60-120 બીટ્સ પ્રતિ સેકન્ડની દરે ધડકવું જોઇતું હતું.

નાના પ્રાણીઓના હૃદયરોગ નિષ્ણાત ડો, ભાનુ દેવ શર્માએ કહ્યું હતું કે ખુશી પહેલાથી ઘણી સુસ્ત રહેતી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેના એક કાનનું ઓપરેશન કરાયું હતું. જે કારણે તે ઘણી ડરી ગઇ હતી અને તેના હૃદયમાં બ્લોક્સ ઉત્ત્પન્ન થયા હતા. તેના હાર્ટના લોહીના પ્રવાહ પર પણ અસર પડી હતી. પણ હવે આ સર્જરીથી તેને નવજીવન મળ્યું છે.