હરદ્વાર મહાકુંભ 2021 : જાહેર થઇ શાહી સ્નાનની તારીખો, આ દિવસે થશે પહેલું સ્નાન

અખાડા પરિષદના અધ્યક્ષ શ્રીમહંત નરેન્દ્ર ગીરી, મહામંત્રી હરિગીરી, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને શહેરી વિકાસ મત્રી મદન કૌશિકે એક સાથે બેસીને શાહી સ્નાનની તારીખો જાહેર કરી દીધી છે. એવું નક્કી થયું છે કે મહાકુંભનું પહેલું શાહી સ્નાન 11 માર્ચે મહાશિવરાત્રીના દિવસે થશે. બેઠકમાં સંતોએ કેટલાક જ્યોતિષાચાર્યો તરફથી પોતાની વેબસાઇ પર શાહી સ્નાનની તારીખો જાહેર કરી દેવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

સંતોનું કહેવું હતું કે આ કામ અખાડાઓનું છે. બીજુ શાહી સ્નાન 12 એપ્રિલે સોમવતી અમાવસ્યા અને ત્રીજુ શાહી સ્નાન 14 એપ્રિલે વૈશાખી મેષ પૂર્ણિમા તેમજ ચોથુ અને અંતિમ શાહી સ્નાન 27 એપ્રિલની ચૈત્ર પૂર્ણિમાએ થશે. સાથે જ ગંગા સભા દ્વારા થનારા મુખ્ય સ્નાનોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જેનું તમામ સંતો અને અધિકારીઓએ તાળી વગાડીને સ્વાગત કરાયુ્ં હતું. મેળા અઘિકારી દીપક રાવતે કહ્યું હતું કે મેળાને હેમખેમ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે બનતા તમામ પ્રયાસ કરાશે.