નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, GSTના રેટ હવેથી દર ત્રણ મહિને નહીં બદલાય

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હવે GSTના દરોમાં વર્ષમાં એક વખત ફેરફાર કરવાની વાત કરી છે. હાલમાં દર ત્રણ મહિને આ કામગીરી હાથ ધરાય છે. આની સાથે-સાથે તેમણે કહ્યું છે કે, 2024-25 સુધી દેશને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા માટે બજેટમાં પાયો નખાયો છે. જેમાં વપરાશ વધારવાનો અને સરકારી રોકાણનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રકચર બાંધવા મટે જ થાય તે પ્રકારની જોગવાઈઓ કરાઈ છે.

સીતારમણે ઉમેર્યુ છે કે, મને લાગે છે કે, વપરાશ વધારવા માટેનો પાયો અમે નાખી દીધો છે. મૂડી ખર્ચ અને સરકારના રોકાણો પણ માળખાગત અસ્કયામતો બાંધવાની દિશામાં જ વપરાય તેનું ખાસ ધ્યાન રખાયું છે. જેની ટૂંકા અને લાંબાગાળાની અસર થશે. તેમણે ઉમેર્યુ હતું કે, ‘ગ્રમ્ય ચિંતાઓના ઉકેલ મટે બજેટમાં 16 જેટલા પગલાં યોજનાની જાહેરાત કરાઈ છે. અથી મને અપેક્ષા છે કે, આ તમામને કારણે દેશ પંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની દિશામાં દોરાઈ જશે.’

બજેટમાં પશ્ચિમ બંગળને શું મળ્યું તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘કોને શું મળ્યું’ એવા સવાલના જવાબમાં મારે શું કહેવું તે હું જાણતી નથી. હું અર્થતંત્રની સ્થિરતા, દેશમાં અકસ્યામતો બાંધવા, વ્યક્તિઓના હાથમાં સીધી રીતે પૈસા જાય તે અને કરવેરાના દરો ઘટે તે દિશામાં જોઈ રહી છું.

વિવિધ પ્રોજેક્ટ અંગે બજેટમાં જાહેરાતો કરાઈ છે તેમ જણાવતાં સીતારમણે ઉમેર્યુ હતું કે, આ પ્રોજેક્ટો અલગ-અલગ રાજ્યોમાં છે. તેથી તે રીતે અલગ રાજ્યોમાં ફાળવણી કરાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, સરકાર ઉદ્યોગ-વેપાર સાથે જોડાઈ રહેવા માંગે છે અને વેરાની ચુકવણી સરળતાપૂર્વક થાય તે માટે તેમની સહાય કરશે.