મહિલા ટીચરે પોતાના સંતાનો સામે સગીર વિદ્યાર્થી સાથે સેક્સ માણતા ધરપકડ

અમેરિકાના લુસિયાનાના જાચરી શહેરમાં એક મીડલ સ્કૂલની મહિલા ટીચર પર કથિત રીતે પોતાના બાળકોની હાજરીમાં એક સગીર વિદ્યાર્થી સાથે સેક્સ માણવાનો આરોપ લાગ્યો છે. આ વાત જાહેર થતાં જ એ મહિલા ટીચરે પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું છે. મહિલા શિક્ષકે કથિત રીતે પોતાના સગીર વિદ્યાર્થી સાથે સેક્સ સંબંધ બાંધ્યો ત્યારે તેના બાળકો ત્યાં જ રમી રહ્યા હતા. 34 વર્ષિય શિક્ષિકા નોર્થવેસ્ટર્ન મીડલ સ્કૂલમાં વિજ્ઞાન ભણાવતી હતી. આરોપ પછી સ્કૂલ તરફથી ટીચરને રજા પર મોકલી દેવાઇ હતી.

એક અખબારના અહેલવા અનુસાર શિક્ષિકાએ સગીર વિદ્યાર્થીને પોતાના નગ્ન ફોટાઓ અને વીડિયો મોકલીને લલચાવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરો છુપાવી રાખ્યો હતો. શિક્ષિકાને હાલમાં 225,000 ડોલરના બોન્ડ પર ઇસ્ટ બેટન રુઝ પેરિશ જેલમાં રખાઇ છે. તેની સામે સગીર સાથે ઓરલ સેક્સ ગતીવિધિ અને ગુંડાગર્દીભર્યો વ્યવહારના આરોપમાં કેસ દાખલ કરાયો છે. આ મહિલા ટીચરે પોતાના સગીર વિદ્યાર્થી સાથે ચેટ કરવા માટે સ્કૂલ અને વ્યક્તિગત ઇમેલનો ઉપયોગ કર્યો હતો.