જૂઓ ફોટો: કોરોનોની દહેશત, શાંઘાઈમાં કબ્રસ્તાન જેવો સન્નાટો,નિર્જન બન્યું ભવ્ય શાંઘાઈ, ભાવ વધ્યા

કોરોનાવાયરસને લીધે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 40,614 લોકો બીમાર થઈ ગયા છે. તેમાંથી 910 લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી માત્ર 40,171 ચેપગ્રસ્ત લોકો ચીનમાં છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 908 થઈ ગયો છે. કોરોના વાયરસનો ભય એટલો ફેલાયો છે કે ચીનની આર્થિક રાજધાની અને તેનું સૌથી મોટું શહેર અને શાંઘાઈ નિર્જન થઈ ગયું છે.

કોરોનાવાયરસના ડરથી શાંઘાઇની ગલીઓ નિર્જન બની ગઈ છે. શેરીઓ અને ચોકો વેરાન બની ગયા છે. શોપિંગ સંકુલ, બજારો બધા બંધ છે. શેરીઓમાં ફક્ત ગણ્યાગાંઠ્યા વાહનો અથવા લોકો જ દેખાય છે. શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુનો ભાવમો ભારે ઉછાળો આવ્યો છે અને કેટલીક વસ્તુઓની તીવ્ર અછત સર્જાઈ છે.

શાંઘાઈમાં લગભગ 70 ટકા ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીનમાં 23 થી 26 જાન્યુઆરી સુધી લ્યૂનર યરની રજાઓ રાખવામાં આવે છે. આ વખતે કોરોનાવાયરસના ફેલાવાને કારણે ચીનના લોકો ક્યાંય ગયા ન હતા.

જેઓ હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનથી બહાર આવ્યા હતા, તેઓ ઓછા ચેપવાળા હેનાન, હુનાન, અનહુઇ અને જિયાંશી પ્રાંતમાં સ્થળાંતર થયા હતા. ચીનની સરકારે જાહેરાત કરી છે કે તે શાંઘાઇ, ચોંગકિંગ અને બૈજિંગના કેટલાક વિસ્તારોને પણ અલગ રાખશે.

જ્યારે શાંઘાઇના લોકોએ સાંભળ્યું કે સરકાર ક્યુરેન્ટાઇન કરવા જઇ રહી છે તો અહીંથી લાખો લોકો શહેર છોડી ગયા છે. આ સમયે ચીનમાં ભયંકર અરાજકતા છે. દરરોજ 12 કરોડથી વધુ લોકો લોકેશન બદલવાની વિનંતી કરી રહ્યા છે.

ચીનના 15 શહેરોમાં ટ્રાફિક પર પ્રતિબંધ છે. શાંઘાઈમાં પણ તેના પર પ્રતિબંધ છે. ચીની સરકારના ક્વારેન્ટાઇન ઓર્ડર વિશે માહિતી મળી કે તરત જ શાંઘાઈમાં લાખો લોકો સલામત સ્થળોએ સ્થળાંતર થયા.

ચીનના ઓનલાઇન સર્ચ એન્જિન બૈડુએ લોકોની સ્થાન વિનંતીને આધારે આંકડા તૈયાર કર્યા છે. આ આંકડા મુજબ શાંઘાઈમાં રહેતા મધ્યમ વર્ગના લોકો ચીનના એવા વિસ્તારોમાં સ્થળાંતર થયા છે જ્યાં કોરોનાવાયરસનો ચેપ ઓછો છે.

શાંઘાઈમાં રહેતા શ્રીમંત લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સ ચાલ્યા ગયા છે, તેઓ કોરોનાવાયરસના આતંકથી ડરી ગયા છે. કેટલાક લોકો આફ્રિકા પણ ગયા છે. પરંતુ જો આ રોગ આફ્રિકામાં ફેલાય છે, તો ત્યાં નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ હશે.