CAA વિરોધી મુસ્લિમો પર ગરજ્યા રાજ ઠાકરે, બોલ્યા, “કોને તાકાત બતાવી રહ્યા છો?”

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ  મુંબઈના આઝાદ મેદાનમાં જાહેર સભા સંબોધી હતી. જાહેર સભામાં રાજ ઠાકરેએ ભારતમાં CAAનો વિરોધ કરી રહેલા લોકોને ફટકાર્યા હતા. રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો કે નાગરિકતા સુધારો અધિનિયમ ભારતમાં જન્મેલા મુસ્લિમો માટે નથી.

રાજ ઠાકરેએ દેશના નાગરિકત્વ સુધારો કાયદા અને દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા આંદોલન પર સવાલો ઉભા કર્યા હતા. મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રેલી દરમિયાન સીએએ વિરોધ પ્રદર્શન પર સવાલ ઉઠાવતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, મને નથી સમજાતું કે ભારતીય મુસ્લિમો નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે.

મુંબઈની સભા દરમિયાન સમર્થકોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મને સમજાતું નથી કે દેશના મુસ્લિમો સીએએનો વિરોધ કેમ કરી રહ્યા છે.  આ કાયદો એવા મુસ્લિમો માટે નથી જેમનો જન્મ ભારતમાં થયો હોય. તમે લોકો કોને તાકાત બતાવવા માંગો છો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા રવિવારે આયોજિત મેગા-માર્ચમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દ્વારા તે દેશમાં વસતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરોને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છે.

આ પદયાત્રા શિવાજી પાર્કથી શરૂ થાય તે પહેલાં  રાજ  ઠાકરે અને તેમની પત્ની શર્મિલા, એમએનએસ નેતા અમિત ઠાકરે સહિત તેમના પુત્ર અને તેમના પરિવારે પ્રભાદેવીના 220 વર્ષ જુના સિધ્ધિ વિનાયક મંદિરમાં પ્રથમ ભગવાન ગણેશને નમસ્કાર કર્યા. આ પછી ઠાકરેએ મનસેના ટોચના નેતાઓ સાથે આઝાદ પાર્ક તરફ કૂચ કરી હતી.