કેજરીવાલનો ચૂંટણી પંચને સોંસરવો સવાલ, “મતદાનના 24 ક્લાક બાદ પણ ટકાવારી કેમ જાહેર કરાઈ નથી?”

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે અને એક્ઝિટ પોલ્સ દ્વારા આમ આદમી પાર્ટી (આપ) ની સરકારની ફરી બની રહી હોવાના અનુમાન પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામો પૂર્વે જ ‘આપ’ નેતા સંજયસિંહે ઇવીએમ અંગે સવાલો ઉભા કર્યા છે.વળી, સંજયસિંહે કહ્યું છે કે દિલ્હીમાં 70 વિધાનસભા છે પરંતુ 24 કલાક પછી પણ મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી પંચે સમજાવવું જોઇએ કે આટલો વિલંબ કેમ થાય છે?

સંજય સિંહ ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટવિટ કર્યું હતું કે ‘આ એકદમ આઘાતજનક છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? મતદાનના કંઈ કેટલાય ક્લાકો પછી પણ પંચ મતદાનના આંકડા કેમ જાહેર કરી રહ્યું નથી? ‘

જ્યારે સંજયસિંહે કહ્યું કે, ‘જો ભારતીય જનતા પાર્ટીએ દાળમાં કશુંક કાળું કર્યું છે તો જણાવી દો. 70 વર્ષમાં કેટલું મતદાન થયું એ ચૂટમી પંચ જણાવવા તૈયાર નથી. કોઈ રમત ચાલી રહી છે. ભીતરમાં કશુંક પાકી રહ્યું છે.