ફોરેસ્ટ અધિકારીની મદદે આવ્યો વાનર રાજા, ઑરાંગઊટાંગ વાનરે આવી રીતે બચાવી જાન

તમે આજ સુધી મુશ્કેલીમાં ફસાયેલા પ્રાણીઓની મદદ કરતાં માણસોને જોયા હશે, પણ શું તમે કોઇ પ્રાણીને મુશ્કેલીમાં મુકાયેલા માણસની મદદ કરતાં જોયું છે. તાજેતરમાં ઇન્ડોનેશિયાના બોર્નિયોના જંગલમાં આવું જ એક હ્દયસ્પર્શી કહી શકાય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું જેમાં નદીમાં ફસાઇ ગયેલા  વન સંરક્ષકને મદદ કરવા માટે એક ઑરાંગઊટાંગ વાનરે હાથ લંબાવ્યો હતો. આમ પણ ઓરાંગઉટાંગ

બોર્નિયોના જંગલ વિસ્તારમાં વાનરોના રહેવાના સ્થળ પરથી સાપો દૂર કરવા ગયેલો એક વન સંરક્ષક ત્યાં સાપો શોધવા માટે નદીના પટમાં કાદવમાં ઉતર્યો હતો. તે સમયે આ ઑરાંગઊટાંગને એમ લાગ્યું હતું કે આ માણસ કાદવમાં ફસાઇ ગયો છે અને તેણે તેને બહાર કાઢવા માટે તેના તરફ હાથ લંબાવ્યો હતો.

આ દૃશ્ય ઇન્ડોનેશિયામાં વસતા મૂળ ભારતીય ફોટોગ્રાફર અનિલ પ્રભાકરે જોયું હતું જેઓ પોતાના મિત્રો સાથે આ જંગલમાં ફરવા ગયા હતા. તેમણે જરાયે સમય ગુમાવ્યા વિના તેને કેમેરામાં ઝડપી લીધું હતું. ઑરાંગઊટાંગની ગણતરી એક બુદ્ધિશાળી વાનર પ્રજાતિ તરીકે થાય છે.