કોરોના વાયરસ: 138 ભારતીયો ક્રુઝ પર ફસાયા, ક્રુઝના મુસાફરો માટે જાપાને કરી છે પ્રવેશબંધી

જાપાની ક્રુઝ પર ભારતીયો સાથે સંસર્ગ કરવા જાપાને મનાઈ ફરમાવી છે. હાલ ક્રુઝ પર 6 ભારતીય પેસેન્જર કુલ 3,700 મુસાફરો સહિત ક્રુ મેમ્બર છે. તમામને જાપાનના યોકોહામા પોર્ટ પર કોરોના વાયરસના ભયે પ્રવેશ કરતાં અટકાવી દેવામાં આવ્યા છે.

ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝના ઓપરેટરે કહ્યું છે કે આ નિષેધ ફેબ્રુઆરીની 19મી તારીખ સુધી રહેશે અને ત્યારે જો કોઈ અવરોધ ન આવે તો નિષેધને દુર કરવામાં આવષે. ક્રુઝ પર હાજર 61 લોકોના કોરોના વાયરસના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. આમાં કોઈ પણ ભારતીય નથી. ભારતીયોના ટેસ્ટ નેગેટીવ છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ ક્રુઝના મોટાભાગના લોકો ચીનથી પરત થયા છે અને ચીનમાં તેઓ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા હોવાની આશંકાએ યોકોહામા પોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા છે અને જાપાનમાં પ્રવેશ કરવામાં આવ્યો નથી. આ જાપાનમાં કોરોના વાયરસ ચેકઅપ કરવા માટેનું છેલ્લું ક્રુઝ છે. જાપાની સરકાર તમામને પુરતી સુવિધા સાથે મેડીકલ ચેકઅપ પણ કરાવી રહી છે.