મસ્તીમાં ઝુમતી દેખાઈ શાહરૂખની બેટી સુહાના, વીડિયો વાયરલ

બોલીવુડનો કિંગ ખાન લાંબા સમયથી કોઇ ફિલ્મ નથી કરી રહ્યો ત્યારે તેની પુત્રી સુહાના ખાન રોજે રોજ સોશિયલ મીડિયા પર છવાતી રહે છે. ક્યાં તો સુહાનાનો કોઇ ફોટો વાયરલ થાય, ક્યાં તો કોઇ વીડિયો વાયરલ થઇ જાય છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના પર હાલમાં સૌનું પ્રાઇમ એટેન્શન રહે છે અને મીડિયા પણ તેમાંથી બાકાત નથી, સુહાના ખાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મીડિયા પણ સતત નજર રાખે છે અને તેના કારણે તેનો કોઇ ફોટો કે વીડિયો અપલોડ થયા પછી તેને કેટલીવાર જોવાયો તેના આધારે મીડિયા તેને ન્યૂઝ આઇટમ તરીકે રજૂ કરે છે.

 

View this post on Instagram

 

guess what the title of this song is ? ❤ #suhanakhan

A post shared by Suhana (@suhanakha2) on

હાલમાં સુહાનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ થયો છે, વીડિયોમાં એવું કંઇ ખાસ નથી, સુહાના ટેબલ પાસે બેઠી છે અને બેકગ્રાઉન્ડ પર વાગતા સોંગ પર તે ખુરશીમાં બેઠી બેઠી મસ્તીમાં ઝુમે છે. સુહાના ખાનના આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે સ્કિન કલરના ટોપમાં ખુરશીમાં બેઠી બેઠી થનગની રહી છે. થોડો સમયમાં જ આ વીડિયોને 19 હજારથી વધુ લોકોએ જોઇ લીધો હતો.

 

View this post on Instagram

 

❤ #suhanakhan

A post shared by Suhana (@suhanakha2) on

આ ઉપરાંત સુહાનાનો એક અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે અને એ પાર્ટીમાં તે તેમની સાથે નાચતી જોવા મળે છે. સુહાના ખાન પોતાના ગ્લેમરસ લુક અને તેના ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અને બોલિવુડમાં તેની એન્ટ્રીની લોકો રાહ જોઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

 

View this post on Instagram

 

Smile 😍 #suhanakhan

A post shared by Suhana (@suhanakha2) on