ગાયબ છે હાર્દિક પટેલ, ક્યાં છે કોઈને ખબર નથી: રેશ્મા પટેલે આપી ચીમકી

પાટીદાર અનામત આંદોલન સમયના સાથીદાર અને મહિલા આગેવાન તથા એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલના પાછલા કેટલાક દિવસોથી ગાયબ થવા અંગે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું  છે કે હાર્દિક પટેલ ક્યાં છે એ અંગે કોઈને કશી ખબર નથી.

રેશ્મા પટેલે જણાવ્યં કે  સરકારને હું ખુબજ સભાનતા અને ઉગ્રતાથી કહેવા માંગુ છું કે 2015માં કરવામાં આવેલ પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરી જે રાજકીય ષડયંત્રો આદર્યા છે એ બંધ કરો. હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગૂમ છે અને કોઇને પણ કશુંજ ખબર નથી કે ક્યા છે તેમજ અનેક આંદોલનકારીઓ ને કોર્ટની તારીખો ભરવી પડે છે આ બધું ભાજપ સરકાર દ્વારા આદરેલા રાજકીય કાવાદાવા છે.

તેમણે જણાવ્યું કે સરકારને એમ હોય કે અમારી એકતા તોડવામાં સફળ થયા અને હવે તમે આંદોલનકારીઓ ને હેરાન કરશો અને અમે ચુપ બેસીશું એમ ? તો કાન ખોલીને સાંભળી લો તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે અને સમાજ, રાષ્ટ્ર ના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજ પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓ ને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.