વોટીંગ પહેલા દિલ્હીમાં ગોળીબારની ફરી બઘડાટી, જાફરાબાદમાં ચાર રાઉન્ડ ફાયરીંગ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના ક્લાકો બાકી છે ત્યારે ફરી એક વાર ફાયરીંગની બઘડાડીથી દિલ્હી કંપી ગયું છે. જાફરાબાદ વિસ્તારના દુકાનદારનું કેવું છે કે ચાર રાઉન્ડ ફાયરીંગ થયું છે. જોકે, ફાયરીંગને સીએએ અંગેના પ્રદર્શન સાથે નિસ્બત ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તરફથી હજુ સુધી ઘટનાની જાણકારી મળી નથી અને તપાસ કરવામાં આવી રહી છે, સત્તાવાર રીતે ઘટના અંગે પોલીસનું વર્ઝન બાકી છે.

પાછલા દિવસોમાં બે અલગ અલગ વિસ્તારોમાં ફાયરીંગની ત્રણ ઘટનાઓ બની છે. ત્યાર બાદ દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નાજૂક બની જવા પામી છે. શનિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ફાયરીંગની ઘટનાએ અનેક પ્રશ્ન ઉભા કરી દીધા છે.

સીએએ વિરોધ પ્રદર્શનને લઈ જામીયા અને શાહીન બાગમાં ફાયરીંગની ઘટનાઓ બની છે. ભાજપ-કોંગ્રેસ અને આપ આમને સામને આવી ગયા છે. જામીયામાં થયેલા ફાયરીંગ દરમિયાન વિદ્યાર્થીના હાથમાં ગોળી વાગી હતી જ્યારે શાહીન બાગમાં યુવાને હવામાં ફાયરીંગ કર્યું હતું. શાહીન બાગમાં મહિલાઓ સીએએ વિરુદ્વ આંદોલન કરી રહી છે.