જહાજમાં કેદ છે સાડા ત્રણ હજાર લોકો, કારણ જાણીને નવાઇ લાગશે

હાલ વિશ્વભરમાં કોઇપણ બાબતનો સૌથી વધુ ડર હોય તો તે છે ચીનના વુહાન પ્રાંતમાંથી નિપજેલા કોરોના વાયરસનો ડર. આ ડરના કારણે ઘણા દેશની સરકારોએ ચીનથી આવતા પ્રવાસીઓ કે માલસામાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સુધી કે કેટલાક દેશોના લોકોએ તો પોતાના્ દેશમાં આવેલી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં ભોજન લેવાનું પણ ટાળવા માંડ્યું છે તો કેટલાકે ચાઇનીઝ નૂડલ્સ કે ફ્રાઇડ રાઇસ ખાવાનુ બંધ કરી દીધું છે. આવા સમયે જાપાનની સરકારે કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા માટે એક ક્રુઝના મુસાફરોને અલગ રાખી મુક્યા છે. એમ કહો કે તેમના દ્વારા આ જહાજમાં મુસાફરોને કેદ કરી રાખવામાં આવ્યા છે. આ મુસાફરોની સંખ્યા સાડા ત્રણ હજાર છે.

જે જહાજમાં આ મુસાફરોને જાપાને કેદ રાખ્યા છે, તેમાં હવે કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધી રહી છે. પહેલા તેમાં 10 દર્દીઓને હતા હવે તેની સંખ્યા વધીને 20 પર પહોંચી ગઇ છે. સ્થાનિક મીડિયા દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ તમામ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ ચુકી છે.

ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ પર સવાર સાડા ત્રણ હજાર મુસાફરોમાંથી જાપાનના આરોગ્ય અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ 273ના બ્લડ સેમ્પલ લેવાયા છે અને તેમની તપાસ કરી લેવામાં આવી છે. ક્રુઝ પર અંદાજે 3700 લોકો સવાર છે, જે લગભગ 14 દિવસ સુધી એ ક્રુઝ પર જ રહેશે, હકીકતમાં જાપાને આ પગલું 80 વર્ષનો એક વૃદ્ધ વાયરસથી પીડાતો હોવાનું જાણ્યા પછી ઉઠાવ્યું છે.

હવે આ કોરોના વાયરસનો ડર નથી તો શું છે કે જેના કારણે 3700 લોકોને એક જહાજ પર જ કેદ કરી દેવામાં આવ્યા છે. 14 દિવસ સુધી આ જહાજ પર તેમને ગોંધી રાખવાથી તો તેમની સંખ્યા વધતી જશે, તેના કરતાં તો તેમનામાંથી જેમને વાયરસનો ચેપ નથાી તેવા લોકોના નમુના લઇને તપાસ કર્યા પછી જહાજમાંથી ઉતારી લેવામાં આવે તે વધુ શાણપણભર્યુપ પહલું ગણાશે.

જાપાન દ્વારા આ જહાજમાંથી કોઇ ઉતરીને બહાર ન આવી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેના કારણે આ જહાજ તરફ સતત આકરી વોચ રાખવામાં આવી રહરી છે. સાથે જ જહાજમાં જે લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વળી જહાજ પર માત્ર સરકારી અધિકારીઓ જ નહીં પણ મીડિયા પણ કેમેરા લઇને સતત નજર રાખી રહ્યું છે.

જહાજ પર કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 20 પર પહોંચી જતાં તેના પર હાજર અન્ય લોકોમાં દહેશતનો માહોલ છે. આ 20 લોકોને ભલે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે છતાં તેના કારણે પોતાને પણ વાયરસનો ચેપ લાગી શકે છે એવો ડર અન્ય મુસાફરોને સતાવી રહ્યો છે અને તેમના આ ડરમાં જાપાનના સત્તાધીશો દ્વારા તેમને જે રીતે ટ્રીટ કરવામાં આવે છે તેમાં વધારો થઇ રહ્યો છે.