મલંગના સ્ક્રીનિંગમાં પિતા અનિલ કપૂર સાથે શિયર ડ્રેસમાં પહોંચેલી સોનમ થઇ ટ્રોલ

ગુરૂવારે ફિલ્મ મલંગનું સ્પેશિયલ સ્કીનિંગ યોજાયું હતું, જેમાં ફિલ્મસ્ટારોનો જાણે કે મેળો જામ્યો હતો. અભિનેત્રી સોનમ કપૂર પણ પોતાના પિતા અનિલ કપૂરની સાથે સ્ક્રીનિંગમાં પહોંચી હતી. તેણે બ્લેક કલરનો શિયર ડ્રેસ પહેર્યો હતો, ચોક્કસ આ ડ્રેસમાં સોનમ સ્ટનિંગ લાગતી હતી, જો કે તે વધુ પડતો ખુલ્લો હોવાનું ઘણાંને લાગ્યું હતું. ખાસ તો એટલા માટે કે તે પોતાના પિતાની સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી અને એ હિસાબે એ ડ્રેસ વધુ પડતો બોલ્ડ હતો.

 

View this post on Instagram

 

#sonamkapoor #anilkapoor today for the screening #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

 

View this post on Instagram

 

#SonamKapoor ❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સોનમના આ ઇવેન્ટના ફોટા સોશિયલ મીડિયા પર શેર થયા કે તરત જ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેના એ ડ્રેસ પર ટ્રોલ કરીને કોમેન્ટ કરવા માંડી હતી, જેમાંથી કેટલીક કોમેન્ટ તો અણછાજતી હતી. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયો પર ઘણાએ એવી કોમેન્ટ કરી હતી કે વાહ પોતાના પિતા સાથે આવો ડ્રેસ પહેરીને ઊભી છે, આ લોકોને તો કોઇ શરમ જ નથી. જ્યારે એક ટોલર્સે લખ્યું હતું કે પોતાના અંગોને દેખાય તેવો ડ્રેસ પહેરીને પિતા સામે કેવી રીતે ઊભી રહી શકે, કેટલાકે સોનમને થોડી શરમ રાખવા અને પિતા સામે યોગ્ય ડ્રેસ પહેરવાની સલાહ પણ આપી હતી.

આવું કંઇ પહેલીવાર નથી થયું કે સોનમને તેના ડ્રેસિંગ મામલે લોકોએ ટ્રોલ કરી હોય. હાલમાં જ અરમાન જૈનના લગ્નના રિસેપ્શનમાં તેણે જે સાડી પહેરી હતી તે પણ લોકોને ગમી નહોતી અને ઘણાંએ તેની તુલના દાદી સાથે કરીને બુઢિયા તરીકે સંબોધી હતી.