WWE સ્ટાર જોન સીનાએ કર્યો બીગ બોસ સ્પર્ધક આસિમ રિયાઝનનું સમર્થન

WWEના સ્ટાર રેસલર અને હોલિવુડ અભિનેતા જોન સીનાએ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તેની ઘણી ચર્ચા થઇ રહી છે. તેનું સીધુ કનેક્શન બિગ બોસ સાથે છે. આ ફોટો ટીવી રિયાલીટી શો બિગ બોસની 13મી સિઝનના સ્પર્ધક આસિમ રિયાઝનો છે. આસિમ રિયાઝને સપોર્ટ કરવા માટે તેના ચાહકોએ જોન સીનાનો આભાર માન્યો છે. કેટલાકે તો આના કારણે આગળ વધીને આસિમને ઇન્ટરનેશનલ સ્ટાર ગણાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by John Cena (@johncena) on

એ ઉલ્લેખનીય છે કે બિગ બોસ 13ની ફાઇનલ આડે હવે થોડો સમય બચ્યો છે, અને બિગ બોસના ઘરમાં હાલમાં 7 સ્પર્ધક છે, જેમાં સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, શહનાઝ ગીલ, પારસ છાબરા, માહિરા શર્મા, રશ્મી દેસાઇ અને આરતી સિંહનો સમાવેશ રહ્યા છે. આ 7માંથી જ કોઇ એક બિગ બોસ વિનર બનશે. સેલિબ્રિટીઝ અને ચાહકોની વાત જો માનીએ તો આ શો જીતવા માટે સૌથી મોટા દાવેદારોમાં અભિનેતા સિદ્ધાર્થ શુકલા, આસિમ રિયાઝ, શહનાઝ ગીલ અને પારસ છાબરાની ગણતરી થાય છે.

મુળ કાશ્મીરનો આસિમ રિયાઝ આ શો પહેલા એટલો જાણીતો નહોતો. આ મોડલ એક્ટરે આ રિયાલીટી શોના માધ્યમથી પોતાની ફેન્સ ફોલોઇંગમાં જોરદાર વધારો કર્યો છે. હવે જ્યારે ફિનાલે વીક નજીક છે ત્યારે શોનો રોમાંચ વધી ગયો છે. આવા સમયે એક ઇન્ટરનેશનલ સ્ટાર આસિમ રિયાઝનું સમર્થન કરે તે વાત ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. એ ઉલ્લેખનીય છે કે વિક્રમી 16 વાર WWE વર્લ્ડ ચેમ્પિયન જોન સીનાની ફિલ્મ પ્લેઇંગ વિથ ધ ફાયર રિલીઝ થઇ ચુકી છે અને દર્શકોને તેનો અભિનય પસંદ પડી રહ્યો છે.