ટાઇગર શ્રોફની બાગી-3 એટલે દિલઘડક એક્શન સીન, શ્રદ્ધા કપૂરની રિમિક્સ ગાળો અને બે ભાઇઓના બોન્ડિંગનો સરવાળો

બાગી, બાગી-2 પછી હવે ચાહકોનું દિલ જીતવા માટે ફિલ્મ મેકર્સ બાગી-3 લઇને આવી રહ્યા છે. ફિલ્મનું આ પહેલા જે ટીઝર પોસ્ટર રીલિઝ કરાયું હતું તેને જોઇને જ ચાહકોમાં તેના અંગે ઉત્સુક્તા વ્યાપી હતી અને હવે મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર રજૂ કરવાામાં આવ્યું છે. ટાઇગર શ્રોફે જે પ્રકારે ટિ્વટ કર્યું છે તે અનુસાર બાગી-3નુ ટ્રેલર પણ ધમાકેદાર છે અને તેના એકશન સીન તો ખરા અર્થમાં દિલધડક છે.  જો આ ટ્રેલર અંગે કંઇ કહેવું હોય તો એમ કહી શકાય કે ટાઇગર શ્રોફની બાગી-3 એટલે દિલઘડક એક્શન સીન, શ્રદ્ધા કપૂરની રિમિક્સ ગાળો અને બે ભાઇઓના બોન્ડિંગનો સરવાળો.

તમે પણ આ ટ્રેલર  જોશો તો એવું જ કહેશો..

આ ટ્રેલરમાં તમને એક્શન, ફાઇટ, પ્રેમ અને વોર વગેરે તમામ એલિમેન્ટ જોવા મળે છે. ટાઇગર શ્રોફની બોડી અને એકશન સિન્સના વિજ્યુઅલ એક ટ્રીટ જેવા લાગે છે. આ ટ્રેલરમા શ્રદ્ધા કપૂર દેશી ગાળોને જાતે જ બીપ સાથે રિમિક્સ કરીને બોલે છે. ટ્રેલરની શરૂઆતમાં જ ટાઇગર શ્રોફ જે ડાયલોગ બોલતો સંભળાય છે તેનાથી તમને ફિલ્મની કથાની હિન્ટ મળી જશે. ટાઇગર ડાયલોગ બોલે છે કે લોગ રિશ્તો મે હદે પાર કરતે હૈ, મેરા એક રિશ્તા ઐસા થા જિસકે લિયે મેને સરહદે પાર કર દી.

અત્યાર સુધીની બાગી ફ્રેન્ચાઇઝીમાં લવ બોન્ડીંગ જોવા મળ્યું હતું, આ ફિલ્મમાં પણ લવ બોન્ડીંગ છે પણ તે પ્રેમી-પ્રેમિકા વચ્ચે નહીં પણ બે ભાઇ વચ્ચેનું બોન્ડીંગ છે. ફિલ્મમાં ટાઇગર અને રિતેશ દેશમુખ વચ્ચે આ બોન્ડીંગ જોવા મળે છે. ટાઇગર મતલબ કે રોની પોતાના ભાઇ રિતેશ મતલબ કે વિક્રમને ઘણો પ્રેમ કરે છે અને તેના પર એક જરા સરખો પણ ઘસરકો આવે તો પણ તે સહી શકતો નથી.

વિક્રમ એક કામ માટે સીરિયા જાય છે અને ત્યાં ફિલ્મના વિલન અબુ જલાલના માણસો તેને માર મારીને કિડનેપ કરી લે છે, જે સમયે આ થાય છે ત્યારે વીડિયો કોલ પર રોની તેની સાથે વાત કરતો હોય છે અને તે આ બધુ જોઇ લે છે અને પછી તે પોતાના ભાઇને બચાવવા માટે સરહદ પાર કરીને સિરીયા પહોંચી જાય છે.