ગુરૂદાસ માનની વહુ સિમરન કૌરે પહેલા દિવસે જ પતિ પાસે પોતા મરાવી ફોટો શેર કર્યો

માજી મિસ ઇન્ડિયા અને પંજાબી અભિનેત્રી સિમરન કૌર મુંડીએ સિંગર ગુરૂદાસ માનના પુત્ર ગુરીક માન સાથે લગ્ન કર્યા છે, તેમના લગ્નના ઘણાં ફોટા અનેં વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા છે. જો કે લગ્નના બીજા જ દિવસે પતિ-પત્ની અલગ અંદાજમાં જોવા મળ્યા હતા અને એ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો હતો. આ ફોટોમાં સિમરન કૌર રસોડામાં ખાવાનું બનાવી રહી છે અને પોતાના પતિ પાસે પોતુ મરાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

Happily Married 👻 @gurickkmaan 😘

A post shared by Simmran K Mundi (@simrankaurmundi) on

આ ફોટો બીજા કોઇએ નહીં પણ સિમરન કૌર મુંડીએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે જ તેણે કેપ્શન લખી છે કે “हैप्पिली मैरीड.” ફોટોમાં તે પિન્ક સૂટમાં જોવા મળે છે, જ્યારે ગુરીક માને વ્હાઇટ કુર્તા પાયજામા ધારણ કર્યા છે. હવે સિમરન કૌરે તો આ ફોટો માત્ર ફની અંદાજમાં શેર કર્યો છે, પણ તેના પર લોકો શું ટીપ્પણી કરે છે તે હવે જોવાનું રહે છે.