સરકારને મોટો ઝટકો, નોટ છાપવા RBIએ કર્યો ઈન્કાર

પહેલી ફેબ્રુઆરીએ સરકારે સામાન્ય બજેટમાં નાણાકીય ખાદ્યના અંદાજમાં વધારો કર્યો છે. સરકારે નાણાકીય ખાદ્યનો લક્ષ્યાંક ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નો 8.8 ટકા વધારી દીધો છે.

વધેલી રાજકોષીય ખાધની અસર તેટલી જ થશે જેટલી તમારી આવકની સરખામણીએ ખર્ચ વધવાના કારણે થાય છે. આ સ્થિતિમાં સરકારે લોન લેવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ખાદ્ય ઓછી થવાની અપેક્ષા રાખવામાં આવી હતી.

હવે આરબીઆઈએ સરકારને મોટો આંચકો આપ્યો છે. હકીકતમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે વધતી નાણાકીય ખાદ્યને પહોંચી વળવા સેન્ટ્રલ બેંકની વધુ નોટો છાપવાની કોઈ યોજના નથી.

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રાજકોષીય ખાદ્ય 8.8 ટકા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં તે 3.3 ટકા રહેવાની ધારણા હતી. આ સતત ત્રીજી વર્ષે સરકારે નાણાકીય ખાદ્ય લક્ષ્યમાં સુધારો કર્યો છે.

આ સિવાય આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને સૂચન આપ્યું છે કે કોરોના વાયરસના ફેલાવાથી આર્થિક પ્રભાવોને પહોંચી વળવા આકસ્મિક યોજના તૈયાર કરવાની જરૂરીયાત છે.

રિઝર્વ બેંકે કહ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસની શરૂઆત અને વિશ્વના વિવિધ દેશોમાં ફેલાવાની અસર પર્યટન અને વેપાર પર પડશે. આની અસર શેર બજાર અને ક્રૂડ ઓઇલ માર્કેટમાં પણ પડશે.