PM મોદીનો મોટો ખુલાસો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે GSTનો કર્યો હતો વિરોધ, પણ આ હતું કારણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવા અને જીએસટી લાગુ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે જીએસટી પર વારંવાર ફેરફાર કરવામાં આવ્યા છે, તેને સારું માનવું જોઈએ. ભારતના સંઘીય બંધારણ માટે જીએસટી એ એક મોટી ઉપલબ્ધિ છે. જીએસટી પર વારંવાર ફેરફાર કરવાના મામલે તેમણે કહ્યું કે શું આપણે એમ સમજીને ફેરફાર કરવાનું બંધ કરી દેવું જોઈએ કે જે કંઈ પણ કરાયું છે તે ફાઈનલ છે.

તેમણે કહ્યું કે  સમય જતાં જીએસટીમાં ફેરફાર કરવાની જરૂર હતી, જે અમે કર્યું. તેમણે કહ્યું કે નાણા પ્રધાન તરીકે અરૂણ જેટલી દરમિયાન જીએસટી સુધારા કરવામાં આવ્યા હતા. તેમણે મેન્યુફેક્ચરીંગ રાજ્યોની સમસ્યાઓ હલ કરવા માટે કામ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન રહીને જીએસટીનો વિરોધ કરવા અંગે પોતાના વલણને સ્પષ્ટ કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખરજી ગુજરાત પહોંચ્યા હતા. તે સમયે મેં તેમને જીએસટી પર સવાલ કર્યો હતો કે આ ટેક્નોલોજી ગીવન સિસ્ટમ છે એને ટેક્નોલોજી વિના ચલાવી શકાશે નહીં.

પીએમ મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન રહીને જીએસટીના વિરોધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘તે સમયે મેં પ્રણવ મુખરજીને કહ્યું હતું કે તમારે મેન્યુફેક્ચરીંગ રાજ્યોની સમસ્યાઓ હલ કરવી પડશે. પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે હું વડા પ્રધાન બન્યો ત્યારે મેં મુખ્ય પ્રધાન તરીકે ઉભા કરેલા મુદ્દાઓને હલ કર્યા જે મેં મુખ્યમંત્રી તરીકે રહીને ઉભા કર્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ જીએસટીને લઈને અગાઉની યુપીએ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘જીએસટી પર સવાલ ઉઠાવનારી કોંગ્રેસને જીએસટી વિશે આવું જ્ઞાન હતું, તો આટલા લાંબા સમય સુધી કેમ લટકાવી રાખી, તેને કેમ લાગુ કર્યો નહીં? આજે મોટાભાગના નાના સ્થળોએ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન જોવા મળી રહ્યું છે અને ટીયર -2, ટીયર -3 શહેરો આધુનિક માળખાકીય સુવિધાના નિર્માણમાં આગળ વધી રહ્યા છે.