સુરતમાં નામાંકિત કુબેરજી બિલ્ડર ગ્રુપ ઉપર ત્રાટકતું ઈન્કમટેક્સ

છેલ્લા એક સપ્તાહમાં આવકવેરા વિભાગ દ્વારા કાળુ નાણુ શોધવા સર્ચ અને સરવેની કામગીરી ગતિમાન કરી છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતમાં બિલ્ડર તેમજ ઉદ્યોગકારો  ઉપર સરવે અને સર્ચની કામગીરી હાથ ધર્યા બાદ સુરતની કુબેરજી ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ સુરતના  પૂણા-કુંભારીયા  રોડ ઉપર વિશાળ ટેક્ષટાઇલ માર્કેટનું નિર્માણ તેમજ સુરતમાં અનેક ગગનચુંબી ઈમારતનું નિર્માણ કરનારશ્રી કુબેરજી ગ્રુપના  ભાગીદાર, એકાઉન્ટન્ટ અને સહયોગી પેઢી મળી કુલ 35થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.
કુબેરજી ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીમાં  રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના અંદાજે 275થી વધુ અધિકારીઓ પોલીસ કાફલા સાથે તપાસમાં જોડાયા છે.