બાગી-3નું એક્શનથી ભરપૂર ટ્રેલર જૂઓ: સિરીયાના યુદ્વ મેદાનમાં ટાઈગર શ્રોફનો પાવરફૂલ પંચ

ટાઈગર શ્રોફ, શ્રદ્વા કપૂર, રિતેશ દેશમુખ સ્ટારર બાગી-3નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફની દમદાર એક્શન, જબરદસ્ત ફાઈટ સીન, તથા વોર લોકેશન તથા સંબંધોની લાગણીશીલતા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ઝીંદા હૈની યાદ અપાવે છે. ફિલ્મના ટ્રેલરમાં ટાઈગર મોટા-મોટા મશીનો અને હેલિકોપ્ટર્સ વચ્ચે ખતરનાક સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે.

3 મીનીટ અને 41 સેકન્ડના આ ટ્રેલરમાં ફિલ્મની સ્ટોરીનો અંદાજો લગાવી શકાય છે. ફિલ્મના ટ્રેલરમાં એક તરફ જબરદસ્ત એક્શન છે તો સાથો સાથ લાગણીમાં તણાયેલા ભાઈની પણ જોઈ શકાય છે. ટ્રેલર જોતાં એવું લાગે છે કે ટાઈગર શ્રોફ પોતાના ભાઈ(રિતેશ દેશમુખ)ને બચાવવા માટે સરહદ પાર સિરીયા જવા પણ તૈયાર છે. ભાઈને બચાવવા માટે તે સિરીયા જાય છે.

જૂઓ ટ્રેલર…

ટ્રેલરને જોતાં અનેક વખત સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ઝીંદા હૈની યાદ તાજી થઈ જાય છે. ટાઈગર શ્રોફના શર્ટલેસ એક્શન, લોકેશન અને ગાડીઓને ધડાધડ ઉડાડવાની સીન ફિલ્મમાં ઠાંસોઠાંસ ભરવામાં આવ્યા હોય એમ લાગે છે.

તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં ટાઈગર શ્રોફ ટેન્કર્સ, હેલિકોપ્ટર્સ અને આગની વચ્ચોવચ્ચ ફાઈટ કરતાં જોવા મળ્યો હતો. શર્ટલેસ ટાઈગર ફાઈટીંગ સીનમાં રાયફલ સાથે જોવા મળ્યો હતો. ફિલ્મના પોસ્ટરથી જ લાગતું હતું કે બાગી-3માં ભરપૂર ફાઈટ છે.

અહમદ ખાન દ્વારા ડિરેક્ટ કરાયેલી બાગી-3માં ટાઈગર શ્રોફની સાથે શ્રદ્વા કપૂર લીડ રોલમાં છે. ફિલ્મને લઈ પહેલાંથી ખાસ્સી ઉત્સુક્તા છે. આ પહેલાં ટાઈગર અને શ્રદ્વા બાગીમાં એક સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, આશુતોષ રાણા, સતીશ કૌશિક, ચંકી પાંડે, નોરા ફતેહી, અનુ કપૂર પણ છે. આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થશે.