અમદાવાદ: ’મારવો હોય તો મારી લો પણ દંડ તો નહીં જ ભરું’…કાર માલિકનો વીડિયો વાયરલ

અમદાવાદમાં એક તરફ પાર્કિંગને લઈ સમસ્યાઓ વધી રહી છે. વાહનચાલકો બેફામ રીતે રોડ પર વાહનો પાર્ક કરી અને જતાં રહે છે જેથી ટ્રાફિકને અડચણરૂપ બને છે. જયારે પોલીસ અને કોર્પોરેશન તંત્ર આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરે છે ત્યારે તેઓ તેમની સામે બોલાચાલી પર ઉતરી આવે છે.

અમદાવાદમાં પાર્કિંગ મામલે વાહનચાલક પોલીસ કર્મચારી અને કોર્પોરેશનના કર્મચારીઓ સામે બાંયો ચડાવી દંડ નહિ જ ભરુ તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં વાહનચાલક ’તમારે મને બધાની વચ્ચે મારવો હોય તો મારી લો પણ દંડ નહી આપુ’. ઘણા લોકો કરોડોનું ફુલેકુ કરી ભાગી ગયા તેમની પાસે જઇ દંડ વસૂલ કરો તેવું જણાવી રહ્યો છે. પોલીસ કર્મચારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ તેને દંડ ભરવા સમજાવી રહ્યા છે છતાં અમદાવાદી વાહનચાલક સમજી નથી રહ્યો.