ઉનાળું વેકેશન હવે માત્ર 30 દિવસનુંઃ શાળાઓમાં એપ્રિલથી જ નવું સત્ર શરૂ

ગુજરાત સરકારની શિક્ષણ વિભાગે લીધેલા મહત્ત્વના નિર્ણય મુજબ ઉનાળુ વેકેશન હવે 30 દિવસનું જ રહેશે અને એપ્રિલથી નવું સત્ર શરૃ થઈ જશે.

રાજ્યના શિક્ષણ વિભાગએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય બાળકોના શૈક્ષણિક સત્રને લઈને કર્યો છે. રાજ્યના  અભ્યાસ કરતા બાળકોને હવે બે મહિનાનું ઉનાળુ વેકેશન મળશે નહીં. રાજ્યમાં હવે શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૃ થશે. આ નવો નિયમ નવા શૈક્ષણિક 2020થી અમલી ગણાશે.

શિક્ષણ વિભાગે આ આદેશ આપ્યાની સાથે જ તમામ શાળાઓને માર્ચ સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવા પણ આદેશ કર્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગના જણાવ્યાનુસાર હવે વાર્ષિક પરીક્ષા પછી ૪ અઠવાડિયા શૈક્ષણિક સત્ર ચાલુ રહેશે અને સત્ર એપ્રિલથી શરૃ થઈ જશે. ત્યારપછી મે માસમાંએક મહિનાનું જ ઉનાળું વેકેશન પડશે. શિક્ષણ વિભાગના નવા આદેશ અનુસાર ધોરણ એકથી પાંચનું શૈક્ષણિક કાર્ય 200 દિવસમાં જ્યારે ધોરણ 6 થી 8માનું 220 દિવસ અને ધોરણ 9 મા 240 દિવસમાં શૈક્ષણિક કાર્ય પૂરૃં કરવાનું રહેશે. આ આદેશ અનુસાર 2020માં ઉનાળું વેકેશન 4 મે થી 7 જૂન સુધીનું રહેશે.