રજનીકાંત મોટી મુશ્કેલીમાં: “દરબાર” ફિલ્મને જબરદસ્ત નુકશાન, ડિસ્ટ્રીબ્યુટર્સે ભર્યું મોટું પગલું

સામાન્ય રીતે રજનીકાંતની ફિલ્મો નિર્માતાઓથી લઈ ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ફાયદો કરવાનારી હોય છે. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મે રજનીકાંત સહિત ફિલ્મમાં પ્રોડક્સન યુનિટને મોટો આંચકો આપ્યો છે.

સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મો રિલીઝ થાય છે, ત્યારે ચાહકો માટે ઉત્સવ જેવું છે અને સામાન્ય રીતે રજનીકાંતની ફિલ્મો નિર્માતાઓથી લઈ ડિસ્ટ્રિબ્યુટર સુધીના ફાયદાકારક સોદા સાબિત થાય છે પરંતુ તાજેતરમાં રજનીકાંતની ફિલ્મ રિલીઝ થઈ છે તેને લઈ વિવાદ ઉભો થયો છે અને રજનીકાંત માટે મોટી મુશ્કેલી સર્જાણી છે.

ટ્રેડ એક્સપર્ટ્સના મતે રજનીકાંતની ફિલ્મ દરબાર દ્વારા વિશ્વભરમાં 250 કરોડની કમાણી કરવામાં આવી હોવા છતાં ફિલ્મને 70 કરોડનું નુકસાન થયું છે. આ ફિલ્મનું બજેટ 200 કરોડ હતું, જેમાંથી અડધી રકમ રજનીકાંતની ફી હતી.

રિપોર્ટસ અનુસાર ડિસ્ટ્રિબ્યુટરે આ ફિલ્મના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આ લોકોએ રજનીકાંતને મળવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ તેમને નિરાશા હાથ લાગી હતી. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટર ચેન્નાઈમાં રજનીકાંતના ઘરે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાજર સુરક્ષા કર્મીઓએ તેમને બહારનો રસ્તો બતાવ્યો હતો.

મીડિયા સાથે વાત કરતાં એક ડિસ્ટ્રિબ્યુટરએ જણાવ્યું હતું કે, “ગયા અઠવાડિયે અમે રજનીકાંત સરને મળવાનું નક્કી કર્યું હતું અને અમે તેમને અમારી સમસ્યાઓ સમજાવવા માગીએ છીએ.” ઘણા ક્ષેત્રોના ડિસ્ટ્રિબ્યુટરને મોટું નુકસાન થયું છે.

તેમણે કહ્યું કે જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે પોલીસે તેમના ઘરે જતા પહેલા અમને અટકાવ્યા અને પાછા ફરવાનું કહ્યું. તે ખૂબ જ નિરાશાજનક છે કે તેમણે આ મુદ્દે અમને મળવાની પણ તસ્દી લીધી નથી. પરંતુ અમે પણ હાર માનીશું નહીં અને તેથી જ અમે ભૂખ હડતાલ પર જવાનું નક્કી કર્યું છે.

નોંધનીય છે કે રજનીકાંતની આ ફિલ્મનું નિર્દેશન એ.આર.મૂરુગાદોસે કર્યું છે. જ્યારે અલાઈરાજા સુભાષકરણે તેને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ લૈકા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. નયનતારા, નિવેથા થોમસ અને સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સ કાસ્ટ છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં રજનીકાંત 27 વર્ષ બાદ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 9 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થઈ હતી.