માતાએ પુનઃલગ્ન કર્યા હોય તેવા અનાથ બાળકોને ગુજરાત સરકારની આ યોજનાનો લાભ મળશે

ગુજરાત સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 0 થી 18 વર્ષના અનાથ બાળકોના ઉછેરથી તેઓના સ્‍વસ્‍થ અને સંતુલિત વિકાસ કરવાનાં હેતુથી માતા-પિતા યોજનાનો અમલ સમગ્ર રાજયમાં શરૂ કરવામાં આવ્‍યો છે. આ યોજના અંર્તગત સહાયનો દર 1000 થી વધારીને 3000 સુધી કરવામાં આવ્‍યો છે.

પરંતું જે બાળકોના પિતા મૃત્‍યુ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ પ્રાપ્‍ત થતો ન હતો. જેથી આવા બાળકો આ યોજનાથી વંચિત ન રહે તે હેતુસર આ યોજનામાં સુધારો કરવામાં આવ્‍યો છે. જેમાં પિતા મૃત્‍યુ પામ્‍યા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય તેવા અનાથ બાળકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

આ માટે વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ-વલસાડ, જિલ્લા સેવા સદન-1, પહેલા માળ, ધરમપુર રોડ વલસાડ(396001) અથવા ફોન નં-02632-244663 ઉપર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.