સુરતીઓ પર PM મોદી મહેરબાન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીની મળી ગિફટ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીને મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવીન ઇન્સ્ટિટ્યૂટ સુરતને આપવા માટે  પ્રધાનમંત્રી અને મંત્રી પ્રકાશ જાવડેકર પ્રત્યે  સમગ્ર રાજ્ય અને યુવા શક્તિ વતી આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજના વિકસતા વિશ્વમાં ઇન્ફ્રેમેશન ટેકનોલોજીના વ્યાપને જોતા આ ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ દ્વારા કારકિર્દી ઘડતરની નવી ક્ષિતિજો ગુજરાત અને દેશના યુવાનો માટે ખુલી છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં  વિશ્વકક્ષાનું જ્ઞાન  આપતી  જી.એફ.એસ.યુ., પી.ડી.પી.યુ., લૉ  યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી જેવી વર્લ્ડ ક્લાસ  સંસ્થાઓ  સાથે હવે સુરતમાં શરૂ થનારી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી  ઘર આંગણે અદ્યતન અને વિશ્વ સમકક્ષ ટેકનોલોજી જ્ઞાન તેમજ શિક્ષણ માટેનું  એક નવું પ્રકરણ બની રહેશે.