વર્ષે 9 કરોડ રૂપિયાનો પગાર ધરાવતો સીટી બેન્કનો કર્મચારી સેન્ડવિચ ચોરીના આરોપમાં સસ્પેન્ડ

જો તમારો પગાર મહિને 77 લાખ મતલબ કે વર્ષે 9 કરોડ રૂપિયા હોય અને તમને સેન્ડવિચ ખાવાની ઇચ્છા હોય તો તમે શું કરો?  તમને થશે કે કેવો વિચિત્ર સવાલ છે, પણ એવો સવાલ એટલા માટે કરવામા આવ્યો છે કે લંડનની સીટી બેન્કનો કર્મચારી આટલો પગાર ધરાવતો હોવા છતાં સેન્ડવિચ ચોરીના આરોપમાં કંપનીમાંથી સસ્પેન્ડ થયો છે.

ઘણાંની ઈચ્છા હોય છે કે તેનો ઊંચો પગાર હોય જેથી તે સારું જીવન જીવી શકે. બીજી બાજુ એવા લોકો પણ હોય છે જેમનો ભારે ભરકમ પગાર હોય છે. પણ શું તમે સાંભળ્યું છે કે કોઈનો પગાર કરોડોમાં હોય અને તે ચોરી કરતો હોય. 31 વર્ષીય પારસ શાહ પોતાની ઓફિસની કેન્ટીનમાંથી સેન્ડવિચ ચોરી કરીને ખાતો હતો, આમાં રસપ્રદ વાત એ છે કે પારસનો પગાર મહિને 77 લાખ અર્થાત આશરે 9 કરોડ રૂપિયા છે.

કરોડપતિ પારસ એક ટ્રેડર છે તે લંડન સ્થિત એક કંપનીમાં કામ કરે છે. ચોરી કરીને સેન્ડવિચ ખાવાની વાત સામે આવતા પારસને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકયો હતો. મધ્યપૂર્વ, આફ્રિકા અને યૂરોપમાં ટ્રેડ કરતી સિટિ ગ્રુપમાં પારસ કામ કરતો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ કંપનીની કેન્ટિનથી સેન્ડવિચ ચોરીને ખાતા હતા આ કારણથી તેમને સસ્પેન્ડ કરાયા છે.